અગાઉ પોલીસ વિભાગમાં જગ્યા ખાલી હોવાનું સરકારે સ્વિકાર્યું છે. 22,294 પદ ખાલી હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું. જેમાંથી ચાલું વર્ષે 7 હજાર પદો પર ભરતી કરવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ વિભાગની ભરતીમાં યુવાનો ઉમેદવારી નોંધાવે છે. ત્યારે ગત વર્ષે થયેલી ભરતી બાદ ફરીથી ભરતી યોજવામાં આવશે.
પોલીસ વિભાગમાં કેટલી જગ્યા ખાલી
- પીએસઆઈ 1433
- એએસઆઈ 740
- હેડ કોન્સ્ટેબલ 2035
- પોલીસ કોન્સ્ટેબલ 11,908
- પોલીસ કોન્સ્ટેબલ હથિયારી 5198
- પોલીસ કોન્સ્ટેબલ બિનહથિયારી 483
- આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર 354
લોકરક્ષક દળની અગાઉ એપ્રિલ 2022માં થઈ હતી ભરતી
લોકરક્ષક દળની પરીક્ષાની લેખિત પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવામાં આવી હતી. ભરતીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એલ.આર.ડી.ની 10,459 જગ્યા માટે ભરતી જાહેર કરાઇ હતી. બિન હથિયારી કોન્સ્ટેબલની 5212 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. હથિયારી કોન્સ્ટેબલની 797 અને એસ.આર.પી. કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતીની પરીક્ષા લેવાઈ હતી. એપ્રિલ મહિનામાં 2.94 લાખ રાજ્યના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પોલીસ ભરતીમાં અગાઉ પરીક્ષા યોજાયા બાદ ખાલી જગ્યાને લઈને આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં સવાલ કરાયો હતો. ત્યારે ફરીથી ભરતીઓ પોલીસ વિભાગમાં આવશે.