જીવનસાથી સાથે લાંબા સમય સુધી સેક્સ ન કરવા પર અલ્હાબાદ હાઈકોર્ટે મોટી ટિપ્પણી કરી છે. અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે લાઈફ પાર્ટનરને લાંબા સમય સુધી સેક્સ ન કરવા દેવા એ માનસિક ક્રૂરતા છે. તેના આધારે કોર્ટે વારાણસીના દંપતીને છૂટાછેડાની મંજૂરી આપી છે.
વારાણસીના રવીન્દ્ર પ્રતાપ યાદવની અપીલ સ્વીકારતા જસ્ટિસ સુનીત કુમાર અને જસ્ટિસ રાજેન્દ્ર કુમાર IV ની ડિવિઝન બેંચે આ આદેશ આપ્યો છે. ફેમિલી કોર્ટે અરજદારની છૂટાછેડા માટેની અરજીને ફગાવી દીધી હતી, જેને અપીલમાં પડકારવામાં આવી હતી.
અરજીકર્તા રવિન્દ્ર પ્રતાપ યાદવના લગ્ન 1979માં થયા હતા. લગ્નના થોડા સમય પછી પત્નીનું વર્તન બદલાઈ ગયું. તેણે તેની પત્ની તરીકે રહેવાની ના પાડી દીધી. વિનંતીઓ છતાં પતિથી દૂર રહી અને પરસ્પર સંબંધો ન બન્યા, જ્યારે કે બંને એક જ છત નીચે રહેતા હતા. થોડા દિવસો પછી પત્ની તેના પિયર જતી રહી.
જ્યારે પતિએ તેને ઘરે આવવા કહ્યું ત્યારે તે માની ન હતી. 1994માં ગ્રામ પંચાયતમાં 22,000 રૂપિયાની ભરણપોષણ ચૂકવ્યા બાદ પરસ્પર છૂટાછેડા થયા હતા. પત્નીએ પાછળથી બીજા લગ્ન કર્યા. પતિએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી, પરંતુ તે કોર્ટમાં ગઈ જ નહીં. ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી ફગાવી દીધી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે અવલોકન કર્યું કે લગ્ન પછી લાંબા સમય સુધી પતિ-પત્ની અલગ-અલગ રહેતા હતા, પત્ની માટે વૈવાહિક બંધનનું કોઈ સન્માન ન હતું, તેણીએ તેની જવાબદારીઓ નિભાવવાનો ઇનકાર કરી દીધો, તેનાથી સાબિત થઈ ગયું કે બંનેના લગ્ન તૂટી ચુક્યા છે.