શહેરના ઝાંસીના પૂતળા નજીક પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાની ઉપસ્થિતિમાં જુનાગઢ વિસાવદર અને માંગરોળ વિધાનસભા વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો સાંભળવા માટે યોજાયેલા જનમંચ કાર્યક્રમમાં લોકોએ પોતપોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી દ્વારા લોકો સાથે કરવામાં આવેલી છેતરપિંડી જેતપુર ડાઇનિંગના કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોને જમીન બંજર બની રહી હોવાનો પ્રશ્ન જુનાગઢ ટાઉન પ્લાનિંગની સ્કીમ અંતર્ગત ખેડૂતોને મહામૂલી 40% જમીન કાપી લેવામાં આવી રહી છે તે કથની લાખો લોકો નોકરી ન મળવાના કારણે બેરોજગાર બની રહ્યાની પીડા નદીઓમાં ગેરકાયદેસર ખનન જંગલના સેટલમેન્ટના ગામોને પડતી મુશ્કેલી વ્યાજખોરો દારૂના દુષણ કાયદા વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ સહિતના અનેક પ્રશ્નો કેટલાક મહિલાઓ અને આગેવાનો સહિતના લોકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા.આ કાર્યક્રમને લઈ કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે લોકો તરફથી જે પ્રશ્નોની રજૂઆત આવી રહી છે તે તમામ પ્રશ્નોની રજૂઆત સંબંધીત વિભાગના અધિકારીઓને લેખિતમાં કરવામાં આવશે અને સમયાંતરે તેની શું કાર્યવાહી થઈ તેની પણ વિગત લેવામાં આવશે પ્રદેશકોંગ્રેસના નેતા અમિત ચાવડાએ કોંગ્રેસના આગેવાનોને અપીલ કરી હતી કે જનમંચ કાર્યક્રમ દરેક ગામડા સુધી અને શહેરના દરેક વોર્ડ સુધી પહોંચી અને લોકોને તેના પ્રશ્નોની સમસ્યાનો નિરાકરણ થાય તેવી તેવા કોંગી કાર્યકરોએ પ્રયાસ કરવા અપીલ કરી હતી