પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ થવાની સાથે જ તેની વિચારસરણી પણ સાવ નીચલા સ્તરની થતી જાય છે. દુનિયા સામે કટોરો લઈને લોનની ભીખ માંગનાર પાકિસ્તાને સારી વિચારસરણી માટે પણ ‘લોન’ લેવી જોઈએ
પાકિસ્તાનની આ નાપાક હરકત વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન સાથે જોડાયેલી છે, વર્ષ 2019માં પોતાના ગ્રુપ કેપ્ટન અભિનંદનને પીરસવામાં આવેલી ચાનું બિલ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું છે. આ બિલમાં વિંગ કમાન્ડરને પીરસવામાં આવેલી ચાની કિંમત મિગ-21 લખવામાં આવી છે. આ પહેલા પણ પાકિસ્તાને એકવાર ભારતીય વાયુસેનાના પાયલટ અભિનંદન વર્ધમાનની તસવીરનો ઉપયોગ કરીને ભારતની મજાક ઉડાવી હતી.
વાસ્તવમાં, MIG-21 અભિનંદન વર્ધમાનના હાથમાં હતું, તેઓ પ્લેન સાથે નીકળ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ તેમનું પ્લેન ક્રેશ થયું અને તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પડી ગયા. આ પછી પાકિસ્તાને તેમને કેદ કરી લીધા હતા. આ દરમિયાન તેમને ચા પણ પીવડાવવામાં આવી હતી. તે સમયે આવી ઘણી તસવીરો પણ વાયરલ થઈ હતી. આ ઘટના બાદ હવે ફરી પાકિસ્તાનની સત્તાધારી પાર્ટી PML-Nએ મજાક ઉડાવી છે. તેમણે અભિનંદનને પીરસવામાં આવેલી ચાની ‘સ્લિપ’ આપી છે. આ સ્લિપમાં વિંગ કમાન્ડર અભિનંદનને આપવામાં આવેલી ચાના કપની કિંમત MIG-21 લખવામાં આવી છે.