ધોરણ 12નું 73.27 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સારા રીઝલ્ટ બાદ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વોટસએપ નંબર અને એસએમેસના માધ્યમથી પરિણામ વિદ્યાર્થીઓ જાણી શકે છે. આ સિવાય સાંજ સુધી વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી માર્કશીટ પણ મળી રહેશે.
ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરીણામ ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષનું 73.27 ટકા પરિણામ આવ્યું છે. જેમાં દીકરીઓએ બાજી મારી હતી. દિકરીઓનું પરિણામ 80.39 ટકા આવ્યું હતું જ્યારે દીકરીઓનું પરિણામ 67.03 ટકા આવ્યું હતું. તેમાં પણ સૌથી વધુ પરિણામ આ વખતે કચ્છ જિલ્લાનું આવ્યું હતું, કચ્છનું 84.59 ટકા પરિણામ આવ્યું હતું જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું રહ્યું હતું.
તમામ બોર્ડના અત્યાર સુધીના રીઝલ્ટ થયા જાહેર
ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સના પરિણામ બાદ આ સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ આવતા વિદ્યાર્થીઓ તેમની આગામી કારકિર્દી માટે વિવિધ કોલેજો, કોર્સીસ માટે એપ્લાય કરી શકે છે. તમામ બોર્ડના પરિણામો આ વર્ષના અત્યાર સુધીમાં જાહેર થઈ ચૂક્યા છે. આ વખતે ધોરણ બારનું સાયન્સનું પરિણામ સૌ પ્રથમ જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું.
સૌથી વધુ પરીણામ કચ્છ જિલ્લાએ મેળવ્યું
100 ટકા પરિણામ ધરાવતી 311 શાળાઓ છે.
10 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44
ધોરણ 12 બોર્ડ સામાન્ય પ્રવાહનું પરિણામ થયું જાહેર
દિકરીઓનું પરિણામ 80.39 ટકા
દીકરીઓનું પરિણામ 67.03 ટકા
કચ્છનું સૌથી હાઈએસ્ટ 84.59 ટકા પરિણામ
સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 54.68 ટકા
જાણો કેટલા વિદ્યાર્થીઓને કયો ગ્રેડ મળ્યો
52 હજાર 291 વિદ્યાર્થીઓને બી1 ગ્રેડ
83 હજાર 596 વિદ્યાર્થીઓનેટ બી 2 ગ્રેડ મેળવ્યો
1 લાખ 1 હજાર 797 સી વન ગ્રેડ મેળવ્યો
77 હજાર 43 વિદ્યાર્થીઓને સી ટુ ગ્રેડ