પશ્ચિમ રેલવે રાજકોટ દ્વારા પરિયાવરણ દિવસ અંતર્ગત વૃક્ષો વાવ્યા: અધિકારીઓએ બાલાસોર દુર્ઘટનાનાં મૃતકો પાછળ મૌન પાડ્યું આજે પ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઠેર ઠેર વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થશે. વૃક્ષો વાવવાની વાત થશે.વૃક્ષો ઉછેરવાની વાત થશે ત્યારે આપણા રાજકોટ પશ્ચિમ રેલવે પણ વૃક્ષો વાવી જતાં કરવા બધા અધિકારીઓ ભેગા થયા હતા અને “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ અંતર્ગત વૃક્ષો વાવ્યા. દેશ ભરમાં પરિયાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. લોકો ઠેર ઠેર વૃષો વવી તેને જતાં કરવાનો નિયમ લે છે ત્યારે રાજકોટ પશ્ચિમ રેલવે દ્વારા પણ વૃક્ષો વાવી વૃક્ષોનું જતન કરાયું હતું. થોડા દિવસ પહેલા જ બાલાસોર દુર્ઘટનામાં કેટલાય મસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તેમની આત્માને શાંતિ મળે તે માટે રાજકોટ પશ્ચિમ રેલવે ડિવિઝનનાં અધિકારીઓ દ્વારા બે મિનિટનું મૌન પાડ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ અર્પી. DRM અનિલ કુમાર જૈન, ADRM જે. પી. સેની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ વર્ષે પશ્ચિમ રેલવે દ્વારા “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” થીમ અંતર્ગત વૃક્ષો વાવી પર્યાવરણ દિવસની ઉજવણી કરી.