અંકલેશ્વર ઓદ્યોગિક વશાહત ના કેટલાક બેજવાબદાર પ્રતાપે નહીવત વરસાદ માં પણ પ્રદુષિત પાણી મુખ્ય માર્ગો પર ફેલાયા, ફરિયાદ બાદ જીપીસીબી દ્વારા તપાસ કરી કાર્યવાહી આરંભી.
શું આ રીતે પર્યાવરણ દિવસ ની ઊજવણી આ રીતે કરાશે?
અંકલેશ્વર ઓદ્યોગિક વશાહત માં સીઝન ના પ્રથમ અને નહીવત વરસાદ માં પણ કેટલાક બેજવાબદાર ઉદ્યોગોના પ્રતાપે કેમિકલ યુક્ત અને વિવિધ કલર નું પ્રદુષિત પાણી વસાહત ના મુખ્ય માર્ગો પર વેહતા થયા હતા મુખ્ય માર્ગ થઇ આ પ્રદુષિત પાણી છાપરા ખાડી સુધી જઈ રહ્યું હતું આ જોતા પર્યાવરણ પ્રેમીઓ દ્વારા જીપીસીબી ને ફરિયાદ કરાતા થતા જીપીસીબી અને NCT દ્વારા તપાસ કરી કાર્યવાહી આરંભી હતી.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “પ્રથમ અને નહિવત વરસાદ માં વિવિધ કલર નું પ્રદુષિત પાણી મુખ્ય માર્ગ અને છાપરા ખાડી માં વેહ્તું જણાતા અમોએ વસાહત ના અલગ અલગ સ્થળો ની મુલાકાત લીધી હતી જ્યાં વરસાદી ગટરો અલગ અલગ કલર માં વેહતી જણાતી હતી કેટલીક કંપનીઓ દ્વારા નિકાલ થયા નું સ્પસ્ટ સ્થળે જણાતું હતું. અમોએ સ્થળ ના ફોટા-વિડીયો લોકેશન સાથે જીપીસીબી ને સ્થળ પર જ આપ્યા છે. કેટલાક બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા ઇરાદાપૂર્વક કરેલ કૃત્ય જણાઈ રહ્યું છે. આખું વર્ષ આ રીતે પર્યાવરણ નું નિકંદન કરી ૬ જુને વિશ્વ પ્રયાવરણ દિવસ ઉજવી સતોષ ની લાગણી અનુભવતા હોય છે. આવું દરેક વર્ષે અને દરેક વરસાદ માં થતું હોવા છતા આને રોકવા નું કોઈ પણ આયોજન થયું નથી. બે મહિના અગાઉ અમોએ લેખિત માં લાગતા વળગતા દરેક ને જણાવ્યું હતું કે આં બાબતે તકેદારી નાં પગલાં લેવા જોઈએ પરંતુ અમારી લેખિત રજૂઆત બાદ પણ પરિ્થિતિમાં માં કોઈ ફર્ક પડયો નથી. અને વર્ષો થી પર્યાવરણ ને ગંભીર નુકશાન થતું આવ્યું છે જેની ભરપાઈ કરવી પણ મુશ્કેલ છે.
અંકલેશ્વર નોતીફીએડ ઓથોરીટી દ્વારા વરસાદી પાણી અને પ્રદુષિત પાણી ને પાળા બાંધી રોકવામાં આવે છે ઓછા વરસાદ માં આ પ્રદુષિત પાણી કોતરો માં રોકાઈ જમીન માં ઉતરી જાય છે પરંતુ જયારે વરસાદ વધારે આવે ત્યારે આ પાળા તૂટી જાય છે અને આ પાણી ખાડીઓ માં વહી જાય છે.