અમદાવાદમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. ત્યારે અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે ઘાટલોડીયા વિસ્તારના ચાણક્યપુરીમાં લોકદરબાર યોજાશે. જેમાં અત્યારે મંડપ બાંધવામાં આવી રહ્યો છે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મન ટેક્નોલોજીથી મંડપ બનાવવામાં આવશે.
અમદાવાદમાં ચાણક્યપુરીના એક મેદાનમાં મંડપ સહિતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તે માટે વિશાળ મંડપ બાંધવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર જર્મન ટેકનોલોજીનો મંડલ બાંધવામાં આવી રહ્યો છે.
બાબા બાગેશ્વરના દરબારમાં 1 લાખ લોકોની કેપેસિટી ધરાવતો મંડપ બાંધવામાં આવી રહ્યો છે. અત્યારથી જ સ્વયંસેવકો દ્વારા આ તૈયારીઓ તેજ કરાઈ છે. અંદાજે 2 હજાર જેટલા સ્વયંસેવકો સેવા આપશે.
ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર કરાશે
બાબા બાગેશ્વરના કાર્યક્રમમાં વીવીઆઈપી અને નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે. બાબા બાગેશ્વરનું ચાર ફૂટ ઊંચું અને ત્રણ ફૂટ પહોળું ભવ્ય સિંહાસન તૈયાર થઈ રહ્યું છે. આ ઉપરાંત શ્રદ્ધાળુઓની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસની હાજરીની સાથે 500 બાઉન્સર પણ એલર્ટ પર રહેશે. એટલું જ નહીં, કાર્યક્રમ દરમિયાન કોઈ ખલેલ ન પડે તે માટે VIP મહેમાનોને અલગથી પ્રવેશ આપવામાં આવશે. અમદાવાદ સિવાય ગુજરાતમાં અન્ય શહેરોમાં થઈ રહેલા કાર્યક્રમમાં પણ તૈયારીઓ મંડપ સહીતના આ રીતે જ કરવામાં આવશે.