વરસાદની સિઝન હવે શરૂ થવાના આરે છે. દર વર્ષે વરસાદમાં રસ્તા તૂટી જાવ કે ખડા થઈ જવા તે હવે સામાન્ય બાબત થઈ ગઈ છે. વરસાદના પાણી ફરી વળતા દર વર્ષે રસ્તામાં ખડા થઈ જાય છે અને કેટલાક રસ્ટતો તૂટી પણ જાય છે જેને કારણે નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જાય છે તો ક્યાંક ખરાબ રસ્તાને કારણે ટ્રાફિક જામ અને એક્સિડન્ટની સમસ્યા સર્જાય છે. કેટલીક જગ્યાએ તો હજી સિઝણનો પહેલો વરસાદ પડતાં રોડ રસ્તાની હાલત બિસ્માર થઈ જાય છે. પરંતુ આ વર્ષે આવું ન બને તે માટે સરકાર આકરા પાણીએ થઈ છે. બધા જ કોન્ટ્રાકટર ને સરકાર દ્વારા અલટીમેટમ આપવામાં આવ્યું છે કે જો કોઈ રસ્તા તૂટશે તો કોન્ટ્રાકટર સામે આક્રી કાર્યવાહી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે રાજકોટની મુલાકાતે હતા ત્યારે તેમને રાજકોટ સહિત આંઠેય મહાનગરપાલિકાઓના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરી હતી જેમાં તેમને વરસાદમાં રોડ રસ્તાના હાલતની ચર્ચા કરી હતી અને પ્રી મોન્સુન ની કામગીરી વિશે પણ ચર્ચા કરી હતી અને તમામ ૮ મહાનગરપાલિકાને સૂચન આપ્યું હતું કે જો આવશે કોઇ પણ રસ્તા ચોમાસા દરમિયાન તૂટશે તો કોન્ટ્રાકટર પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.