અમદાવાદ સાયન્સ સિટી ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકસભા મત વિસ્તારને લગતા કામોને લઈને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ 7 વિધાનસભાના ધારાસભ્યોને આમંત્રિત કરાયા છે. મતદાન નોંધણી ઝૂંબેશ તેમજ મતદાન મથકમાં ઝૂંબેશને લઈને ચર્ચા કરશે.
સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકસભા મત વિસ્તારને લગતી બેઠકો એક પછી એક યોજાશે ત્યારે અમદાવાદમાંથી ગાંધીનગર લોકસભાને લગતી બેઠકથી શરુઆત કરવામાં આવી છે. ખાસ કરીને ગાંધીનગર એ અમિત શાહનો લોકસભા મતવિસ્તાર છે. ત્યારે તેમાં લોકસભા મતવિસ્તારના અધિકારીઓ અને ધારાસભ્યોને બોલાવવામાં આવ્યા છે. સાયન્સસિટી વિસ્તારમાં અત્યારે બપોરે 3 કલાકે મળેલી બેઠકમાં વિકાસના કામો અંગે સમીક્ષા કરાશે, આ સાથે બુથમેનેજમેન્ટને લગતા મામલે પણ ચર્ચા થશે.
લોકસભાની ચૂંટણી આગામી સમયમાં આવી રહી છે ત્યારે ચૂંટણીઓને અનુલક્ષીને જે તે વિસ્તારમાં આ બેઠકોના ઓયોજનો થશે. ત્યારે આ બેઠકમાં મતદાર સુધારણા યાદી, નવા મતદારોની ઉમેરણી જેમાં 18 વર્ષથી ઉપરના મતદારોને ઉમેરવા કે કેમ તે અંગે પણ ચર્ચા થશે. લોકસભા ગાંઘીનગર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે. ત્યારે હરીયાળા ગાંધીનગરની નેમ હેઠળ આજની આ બેઠકમાં વધુ વૃક્ષો રોપવાનો લક્ષ્યાંક આપવામાં આવશે.
આગામી સમયમાં દરેક બેઠક પર આ રીતની બેઠક મળશે. આજે તેની શરુઆત અમદાવાદથી થઈ છે. લોકસભાને લઈને બીજીતરફ ભાજપ પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.