ગુજરાત પોલીસમાં જોડાયા અને કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી. 1989માં ભાજપનું સભ્યપદ લીધું. તે સમયે ભાજપના 11 ધારાસભ્યો હતા. પાટીલે 1984માં કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી. ભાજપમાં જોડાતા પહેલા તેઓ થોડા દિવસ સમાજ સેવામાં પણ સક્રિય હતા
ગુજરાત પોલીસમાં જોડાયા અને કોન્સ્ટેબલ તરીકે નોકરી કરી. 1989માં ભાજપનું સભ્યપદ લીધું. તે સમયે ભાજપના 11 ધારાસભ્યો હતા. પાટીલે 1984માં કોન્સ્ટેબલની નોકરી છોડી દીધી હતી. ભાજપમાં જોડાતા પહેલા તેઓ થોડા દિવસ સમાજ સેવામાં પણ સક્રિય હતા. તે 1975માં પોલીસમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ પાટીલ કેશુભાઈ સરકારમાં કોર્પોરેશનના અધ્યક્ષ બન્યા હતા.
1995માં નરેન્દ્ર મોદી સાથે પરિચય થયો હતો. ત્યાર બાદ તેઓ સાંસદ બન્યા અને હવે ભાજપમાં અધ્યક્ષ છે જ્યાં તેમના ચાહકોની કોઈ કમી નથી. આજે તેમનો જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિત્તે અનેક કાર્યક્રમો થયા હતા. સુરતના વોર્ડ 22 મહિલા મોરચાના પ્રમુખ લકી પટેલે પાટીલને તેમના 68માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.
સી.આર. પાટીલ નવસારીમાંથી સતત ત્રણ વખત જીત્યા
પાટીલ થોડો સમય પત્રકારત્વમાં સક્રિય રહ્યા. તેમણે 1991માં અખબાર પણ બહાર પાડ્યું હતું. 2009માં તેઓ નવસારીમાંથી ચૂંટણી લડ્યા અને સાંસદ બન્યા. આ પછી તેણે નવસારીને ગઢ બનાવ્યો ગત વખતે તેઓ સૌથી વધુ વોટ સાથે જીતનાર સાંસદ બન્યા છે. સી.આર. પાટીલ નવસારીમાંથી સતત ત્રણ વખત જીત્યા છે. દરેક વખતે તેમની જીતનો માર્જિન વધતો ગયો. 2019 માં તેઓ દેશમાં સૌથી વધુ મતો સાથે સાંસદ બન્યા. 2019માં પાટીલ નવસારીમાંથી 6.89 લાખ મતોના રેકોર્ડ માર્જિનથી જીત્યા હતા. અત્યાર સુધી કોઈ સાંસદ આટલા મોટા માર્જિનથી જીત્યા નથી.
2022માં તેમના સમયમાં 156નો રેકોર્ડ બન્યો
સી.આર. પાટીલ ભાજપના સંગઠક તરીકે ઉભરી આવ્યા 2017માં પાર્ટીએ તેમના આયોજનથી 16 બેઠકો જીતી હતી જ્યારે 2022માં તેમના સમયમાં 156નો રેકોર્ડ બનાવાયો. પાટીલ આજે ગુજરાત ભાજપના સૌથી સફળ પ્રમુખોની યાદીમાં ટોચ પર છે કારણ કે, તેમના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં તમામ રેકોર્ડ તોડ્યા છે. સીઆર પાટીલ સામાન્ય રીતે તેમના અંગત જીવન વિશે વાત કરતા નથી, પરંતુ એકવાર દિકરીઓની પોસ્ટ મૂકીને એક કવિતા લખી હતી. તેમને ત્રણ પુત્રી અને એક પુત્ર છે.