આગામી ‘વિશ્વ યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ ભાવનગરથી જિલ્લા કલેક્ટરબ આર. કે. મહેતા અને વિભાગીય અધિકારીઓ બેઠકમાં જોડાયા આગામી ૨૧ જૂન- ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની રાજ્યવ્યાપી ઉજવણીના અનુસંધાને યોગ દિન’ની પૂર્વતૈયારી અને આયોજનના ભાગરૂપે ગાંધીનગર ખાતેથી ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી, જેમાં ભાવનગર જિલ્લા સેવા સદન ખાતેથી કલેક્ટર આર. કે. મહેતા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. સંઘવીએ વિડીયો કોન્ફરન્સ મારફતે જિલ્લાના અધિકારીઓને આવનાર યોગ દિવસની ઉજવણીના આયોજન અંગે વિગતવાર એક્શન પ્લાન રજૂ કરવા જણાવ્યુ હતું. ઈ-માધ્યમથી ગૃહ મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લાઓમાં ‘યોગ દિવસ’ની ઉજવણી સંદર્ભે વિવિધ વિભાગો અને અધિકારીઓને સંકલન સાધી ચોકકસ આયોજન કરવા જણાવ્યું હતું. ગુજરાતના સવા કરોડ નાગરિકો ‘યોગમય ગુજરાત’ અભિયાનમાં સહભાગી થશે. રાજ્યભરમાં યોજાનાર આ કાર્યક્રમોમાં રાજ્યમંત્રી મંડળના સભ્યો, સાંસદ-ધારાસભ્યશ્રીઓ સહિત પદાધિકારીઓ અને અનેક મહાનુભાવો પણ સહભાગી થશે. અત્રે નોંધનીય છે કે, રાજ્યના દરેક ગામ, તાલુકા, શહેર, જિલ્લા, નગરપાલિકાઓ, મહાનગર પાલિકાઓની સાથોસાથ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, આરોગ્ય કેન્દ્રો, પોલીસ હેડ ક્વાર્ટર, રાજ્યની જેલો તથા પોલીસ સ્ટેશનો સહિત તમામ જાહેર સ્થળોએ વિશાળ સંખ્યામાં નાગરિકો ભેગા મળી યોગ કરી સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપશે બેઠકમાં કમિશનરશ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી. પ્રશાંત જીલોવા, નિવાસી અધિક કલેકટર બી. જે. પટેલ સહિત વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.