કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલ ઉઠાવ્યા હતા. ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક શિક્ષક છે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ઉત્તમ શિક્ષણ વિના ઉત્તમ રાષ્ટ્ર સંભવ નથી. ભાજપની સરકારમાં શિક્ષણનું વ્યાપારીકર, ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શોષણ કરતી સંસ્થાઓમાં લઈ જવા તેવી સ્થિતિનું નિર્માણ કરવું અને યુવાનોનું પણ શોષણ કરવું એ પ્રકારની પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. ટાટ અને ટેટની પરીક્ષાઓની રાહ જોવાતી હોય છે. શિક્ષકો માટે 32 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે. ટેટ ટાટ પાસ કરેલા ઉમેદવાર યુવાનો રાહ જોઈને બેઠા હતા તેઓ કાયમી શિક્ષક તરીકેની નોકરી મળશે તેવી આશા રાખીને બેઠા હતા. જેના બદલ જ્ઞાન સહાયક તરીકેની યોજના જાહેર કરીને યુવાનોની આશાઓ પર પાણી ફેરવ્યું છે. જે બદલ સરકારને મે પત્ર લખ્યો છે શા માટે આ પ્રકારની પદ્ધતી?
જ્યારે તમારા દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યા છે અને શિક્ષણ નિતીમાં પણ કહેવામાં આવ્યું છે. કાયમી શિક્ષકોની નિમણૂકની જોગવાઈ છે ત્યારે 11 મહિનાની કોન્ટ્રાક્ટ પદ્ધતિ શા માટે. આ થવાથી શું થવાનું છે. કોઈ પણ કામ કરનાર શું સંતુષ્ટ થઈ શકશે. તમે ફિક્સ પગારમાં મુકશો ત્યારે તેમના આઉટપુટમાં અસર પહોંચશે. ટેટ અને ટાટ થયેલા 30 હજાર જેટલા યુવાનો છે સામે 32 હજાર જગ્યા ખાલી છે તેમને નોકરી આપવામાં આવે તેવી માગ મેં કરી છે.
ગુજરાતના 33 જિલ્લાઓમાં 1657 જેટલી સરકારી શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે. હું પોતે શિક્ષણ વિભાગનો મંત્રી હતી. એક શિક્ષકવાળી શાળા ન હોવી જોઈએ. જો તે બિમાર પડે, વ્યવહારી કામમાં જોય તો રજા મુકે તો મુશ્કેલી પડી શકે છે. ગામમાં પ્રાથમિક શાળા ઉપરાંત પરા વિસ્તારોમાં પણ શાળા બને તેવા આયોજનો કોંગ્રેસ દ્વારા એ સમયે કરવામાં આવતા હતા. હવે લાંબા અંતરની શાળાઓ મર્જ થઈ રહી છે. ઘરના આંગણે શિક્ષણ નહીં મળે તો બાળકોનું શું થશે. તેમ કહી ફરી એકવાર શિક્ષણને લઈને શક્તિસિંહ ગોહિલે સવાલો ઉઠાવ્યા હતા.