અરવલ્લી જિલ્લાના ગાજણ કંપાના ખેડૂતે તરબૂચની ખેતીમાં આત્મનિર્ભર બની બમણી કમાણી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણા પુરી પાડી છે. બજારમાં પોષણક્ષમ ભાવ નહિ મળતા ખેડૂતો જાતેજ પોતાનો ઉત્પાદન કરેલો પાક વેચી બમણી કમાણી કરી રહ્યા છે.
વડા પ્રધાન દ્વારા ખેડૂતો આત્મનિર્ભર બને તેવા પ્રયાસો કરવામાં ખેડૂતોને પોતાના ખેતરમાં ઉત્પાદિત જણસ જાતેજ ટ્રેડ માર્ક કરી ડબલ કમાણી કરવા પ્રોત્સાહન અપાઈ રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાના આ ખેડૂતો આત્મ નિર્ભર બની વાળા પ્રધાનના સૂત્રને સાર્થક કરતા અન્ય ખેડૂતો માટે પ્રેરણા રૂપ બની રહ્યાં છે.
ડૂતોને પ્રતિ કિલોનો ભાવ માત્ર 10 રૂપિયા મળતા જાતે વેચાણ કરી ડબલ કમાણી
અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચ પાકનું વાવેતર કર્યું હતું વાવેતર બાદ પાક થૈયાર થઇ જતા ઉત્પાદન પણ મબલખ થયું છે ત્યારે ઉત્પાદન બાદ બજારમાં ખેડૂતોને પ્રતિ કિલોનો ભાવ માત્ર 10 રૂપિયા મળી રહયા છે જેથી ખેડૂતોને તરબૂચના પોષણક્ષમ ભાવ નહિ મળવાના કારણે ખેડૂતો જાતેજ આત્મનિર્ભર બની પોતાનો ઉત્પાદિત પાક વેચી ડબલ કમાણી કરી રહયા છે. ખેડૂતોને બજારમાં મળતા ભાવ કરતા જાતે વેચવામાં 20થી 25 રૂપિયા એક કિલો દીઠ મળી રહયા છે. જેથી ખેડૂતને બજાર કરતા ડબલ ફાયદો થતા ખેડૂતો ખુશી જોવા મળી રહી છે
એક વીઘા પાછળ 30 થી 35 હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું
મોડાસા તાલુકાના ગાજણ કંપાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં તરબૂચ પાકનું વાવેતર કર્યું છે ખેડૂતોએ એક વીઘા પાછળ 30 થી 35 હજારનો ખર્ચ કરી વાવેતર કર્યું હતું ત્યારે વાવેતર બાદ પાક તૈયાર થવા સમયે ખેડૂતોને બજારમાં મળતા ભાવથી ખર્ચ પણ માથે પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. તેવામાં ખેડૂતો જાતેજ વેપારી બની પોતાના ખેતરો આગળ મંડપ બાંધી તડબૂચ વેચી રહયા છે જેનાથી ખેડૂતોને ફાયદો થતા આવા ખેડૂતો અન્ય ખેડૂતોને પણ પ્રોત્સાહિત કરી પોતાનો ઉત્પાદિત પાક જાતેજ વેચવા ભલામણ કરી રહયા છે.