બિપોરજોય વાવાઝોની અસર ગુજરાતના દરિયાકાંઠે થવાની શક્યકા છે. જેના કારણે નવસારી જિલ્લાના 52 કિમીના દરીયા કિનારા પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યના દરિયાઈ વિસ્તારમાં પણ આ પ્રકારે સંભવિત વાવાઝોડાની સ્થિતિને પગલ તંત્ર ખડે પગે છે.
બિપોરજોય વાવાઝોના કારણે નવસારી જિલ્લાના 52 કિમીના દરીયા કિનારા પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લાના નજીકના ગામોના લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. બોટો લાંગરી દેવામાં આવી છે. ઉભરાટ અને દાંડી બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. માછીમારી કરવા માટે જતા લોકોને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ દરિયાઈ વિસ્તારમાં તંત્ર સુરક્ષાને ધ્યાનમાં રાખીને બેઠું છે.
સતત દિશા બદલી રહેલા બિપોરજોય વાવાઝોડાએ ગુજરાતની ચિંતા વધારી છે. દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની અસર વર્તાશે. ગઈકાલે પોરબંદરથી 760 કિમી દૂર રહેલું વાવાઝોડું આજે 620 કિમી જ દૂર છે અને હવે વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. વાવાઝોડું આજે 11 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર પણ સર્જાયું છે ત્યારે દેશના અન્ય ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે.
સંભવિત વાવાઝોડાના કારણે નવસારીના દરિયાકાંઠે એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે. દાંડી દરિયાકિનારે જિલ્લા વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે. લાઈઝનિંગની ઓફિસરો પણ અહીં સંભવિત વાવાઝોડાના પગલે મુકવામાં આવ્યા છે. તમામ માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ સુધી લોકોને દરિયાકાંઠે ન જવા માટે સલાલ આપવામાં આવી છે.