September 13, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

ફિલ્મ ફેસ્ટિવલ
  • Home
  • ગુજરાત
  • કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના ત્રીજા દિવસે ગુજરાતી સિનેમા, ભારત અને ભારતીય ઇતિહાસ તથા પુરાણો જેવા વિષયો પર ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ થઈ
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ 2023ના ત્રીજા દિવસે ગુજરાતી સિનેમા, ભારત અને ભારતીય ઇતિહાસ તથા પુરાણો જેવા વિષયો પર ખૂબ જ રસપ્રદ ચર્ચાઓ થઈ

by gujarat paheredarFebruary 13, 20230
શેર 1

કર્ણાવતી લિટ્રેચર એન્ડ ફિલ્મ ફેસ્ટિવલ (કેએલએફએફ) 2023 સાચા અર્થમાં ફિલ્મ અને સાહિત્ય તથા એકંદરે સમાજને સ્પર્શતા વિવિધ વિષયો પર વિચારોનું આદાન-પ્રદાન કરવા માટેનું એક અદભૂત મંચ બની ગયો છે. કર્ણાવતી યુનિવર્સિટી દ્વારા આયોજિત કેએલએફએફ 2023ના ત્રીજા દિવસે ગુજરાતી સિનેમા, ભારતીય ઇતિહાસ, હિંદુત્ત્વને લગતાં નિવેદનો, ભારતીય પુરાણો અને બીજી ઘણાં બધાં વિષયો પર રસપ્રદ ચર્ચાઓ થઈ હતી.

કર્ણાવતી યુનિવર્સિટી એ રાજ્યની ખાનગી યુનિવર્સિટી છે, જે શિક્ષણમાં શ્રેષ્ઠતા અને ઇન્ટરડિસિપ્લિનરી લર્નિંગ પર કેન્દ્રીત છે. કેએલએફએફમાં ઉપસ્થિત રહેલા જાણીતા લેખક ક્રિસ્ટોફર સી. ડોયલે ‘ઇન્ડિયન માયથોલોજી – બ્રિંગિંગ યૂથ બૅક ટુ ફોલ્ડ’ પરના સેશનને સંબોધ્યું હતું. આ સેશન દરમિયાન શ્રી ડોયલે સમગ્ર વિશ્વમાં લખાયેલી વાર્તાઓ અને ઘટેલી ઘટનાઓના વિરોધાભાસ પર ધ્યાન દોર્યું હતું અને તેને મહાભારત સાથે સાંકળી હતી. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને ઇજિપ્તના ભવ્ય પીરામિડો, પથ્થર યુગ વગેરે અંગેના તથ્યો અને રહસ્યો અંગે અદભૂત જાણકારી પૂરી પાડી હતી. સુપ્રીમ કૉર્ટના એડવોકેટ અને જાણીતા લેખક શ્રી જે. સાંઈ દીપક અને કોન્સોર્યિટલ લીગલના સહ-સ્થાપક પાર્ટનર શ્રી સત્યેન્દ્ર શ્રીવાસ્તવે ‘ઇન્ડિયા ધેટ ઇઝ ભારત’ થીમ પર વાત કરતાં હિંદુઓ કેવી રીતે વૈશ્વિક લઘુમતી છે, તે અંગે વાત કરી હતી. શ્રી જે. સાંઈ દીપકે જણાવ્યું હતું કે, ‘હિંદુઓ એક વૈશ્વિક લઘુમતી છે, જેમનું અસિત્ત્વ જોખમમાં છે. આથી જ તેમણે જાગૃત થવાની અને આ સમસ્યા અંગે વિચારવાની જરૂર છે. આખરે તો આપણે આ અંગેની નીતિ ઘડવા પર ધ્યાન આપવાની જરૂર છે. ભારતમાં 2014ની સાથે એક સ્પષ્ટ બદલાવનું પ્રતિનિધિત્ત્વ કરનારું રાજકીય પરિવર્તન આવ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આ બાબત સ્પર્ધાત્મક રાજકીય વિકલ્પોના મહત્ત્વને પણ સૂચવે છે.’

તેમણે દેશની શૈક્ષણિક પ્રણાલીમાં ઇતિહાસને વિકૃત બનાવવા અંગે પણ વાત કરી હતી. ‘કલમ સે’ નામના સેશન દરમિયાન લેખક અને દિગ્દર્શક સુશ્રી રુચી જોશી, જાણીતા પટકથા લેખિકા સુશ્રી ઉર્મી જુવેકર તથા લેખિકા સુશ્રી નેહલ બક્ષીએ લેખનની સર્જનાત્મક પ્રક્રિયા અંગે વાત કરી હતી. સુશ્રી રુચી જોશીએ વિવિધ પ્રકારનું પાત્રાલેખન કરવાની પ્રક્રિયા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘એક પાત્ર જ વાર્તાને આગળ વધારે છે. વાર્તાકારે કલ્પનાના ઘોડા વધારે દોડાવાને બદલે વાર્તાને વધુને વધુ રસપ્રદ બનાવવા વિવિધ સંભાવનાઓની સાથે આગળ આવવાની જરૂર છે.’

Advertisement

તો બીજી તરફ, સુશ્રી ઉર્મી જુવેકરે પટકથા લેખનના પડકારો અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘પટકથા લેખકોને સાહિત્યનું લેખનકાર્ય કરનારા લોકોથી અલગ પ્રકારની તાલીમની જરૂર પડે છે.’ ટિંકલ કૉમિક્સના ભૂતપૂર્વ સંપાદક સુશ્રી રજની થિંડિયાથ અને નેટફ્લિક્સના સ્ક્રિપ્ટ રાઇટર સુશ્રી સવની પારેખે ‘ટૂન ઇટ અપ’ નામના તેમના સેશનમાં એનિમેશન ઇન્ડસ્ટ્રી અંગે ઊંડાણપૂર્વકની રસપ્રદ જાણકારી પૂરી પાડી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સના વ્યાપક સ્વીકરણ અને હાલમાં જ ચેટ જીપીટી ઉમેરાવા અંગે વાત કરતાં સુશ્રી રજની થિંડિયાથે જણાવ્યું હતું કે, ‘એઆઈ ઘણાં લાંબા સમયથી છે. હાલમાં તેણે એનિમેશન અને લેખનકાર્યમાં પગપેસારો કર્યો છે. પરંતુ મનુષ્યની ભાવનાઓ અને કલ્પનાશક્તિનો કોઈ વિકલ્પ નથી. એક કન્ઝ્યુમર તરીકે આપણે તેને કેટલી હદે સ્વીકારીશું તે એક પૂછવાલાયક પ્રશ્ન છે.’

એક ગીતકાર તરીકેની પોતાની યાત્રા અંગે વાત કરતાં સુશ્રી અભિરુચિ ચાંદ અને શ્રી ભાર્ગવ પુરોહિતે સોશિયલ મીડિયાનો યુગ કેવી રીતે ગીતો અને લીરિક્સ પર પ્રભાવ પાડશે નહીં, તે અંગે વાત કરી હતી. સુશ્રી અભિરુચિ ચાંદે જણાવ્યું હતું કે, ‘તમે જ તમારા પોતાના જજ છો. તમારે શા માટે ગીતકાર બનવું જોઇએ તે અંગેના તમારા ઇરાદાઓ ખૂબ જ સ્પષ્ટ હોવા જોઇએ. ઘણીવાર પહેલાં કમ્પોઝિશન બની જતી હોય છે અને તેની પર ગીત લખવાનું કહેવામાં આવતું હોય છે. જે ઘણીવાર પડકારરૂપ બની જાય છે. ઘણીવાર શ્રેષ્ઠ લાઇનોને કાપી નાંખવામાં આવતી હોય છે.’ કેએલએફએફ 2023માં ગુજરાતી સિનેમા અને તેના વિકાસ અંગે કેટલીક તીખી ચર્ચા પણ થઈ હતી. પબ્લિસિસ્ટ શ્રી ચેતન ચૌહાણની સાથે પટકથા લેખક અને સંવાદ લેખક શ્રી કેયુ શાહ; અભિનેતા અને પ્રોડ્યૂસર સુશ્રી આરતી પટેલ; ‘હેલ્લારો’ના પ્રોડ્યૂસર, એડિટર અને સહ-લેખક શ્રી પ્રતીક ગુપ્તા; શ્રી મનિષ સૈની; ફિલ્મ ડિરેક્ટર શ્રી મિખિલ મુસાલે તથા ફિલ્મ પ્રોડ્યૂસર શ્રી વૈશલ શાહ પણ આ ચર્ચાનો હિસ્સો હતાં.

શ્રી વૈશલ શાહે જણાવ્યું હતું કે, ‘ગુજરાતી ફિલ્મે ઓસ્કારમાં ગર્જના કર્યા બાદ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે નવું શિખર સર કર્યું છે. કોવિડ-19 પછી ઘણી ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે.’ જાણીતી ગાયિકા સુશ્રી શ્રુતિ પાઠક, સંગીતકાર અને ગાયક શ્રી અરવિંદ વેગડા તથા ગાયિકા અને ગીતકાર સુશ્રી મિરાંદે શાહે ‘સાઉન્ડિલિશિયસ’ નામના સેશનને સંબોધતી વખતે સંગીત અને સાઉન્ડ્સ પર રસપ્રદ ચર્ચા કરી હતી. ડીઝાઇન સ્ટ્રેટેજિસ્ટ કાબ્યા શ્રી બોર્ગોહેનની સાથે ભારતીય ફિલ્મનિર્માતા રિમા દાસે તેમના સેશન ‘ધી વિલેજ રોકસ્ટાર્સ’ દરમિયાન કેટલાક રસપ્રદ દ્રષ્ટિકોણ રજૂ કર્યા હતા. આ દરમિયાન અગ્રણી ફિલ્મ પબ્લિસિસ્ટ સુશ્રી પારુલ ગોસાંઈએ પ્રિન્સિપલ ડિજિટલ કન્ટેન્ટ પ્રોડ્યૂસર – ટાઇમ્સ ઇન્ટરનેટ લિમિટેડ, શ્રી સંજય મિશ્રા; આસિસ્ટન્ટ ડિરેક્ટર – એન્ટરટેઇન્મેન્ટ, પિંકવિલા શ્રી અવિનાશ લોહાના અને કન્ટેન્ટ કોશના સ્થાપક સુશ્રી દીપાલી ચટવાનીની સાથે પાપારાઝીના નવા યુગ વિશે વાત કરી હતી. ‘ફિલ્મી કીડા’ નામનું પણ એક રસપ્રદ સેશન યોજાયું હતું, જેમાં જાણીતા ભારતીય પટકથા લેખક શ્રી અમિત વી. માસુરકર અને લેખિકા સુશ્રી આસ્થા ટિકુએ ભાગ લીધો હતો. લેખક અને ક્યુરેટર શ્રી મધુ રાઘવેન્દ્રે ‘કવિતાની કાયાપલટ’ અંગે વાત કરી હતી. કેએલએફએફ 2023 એ એક ઉત્સવી પહેલ છે, જેનો ઉદ્દેશ્ય આશ્ચર્યજનક સર્જનાત્મક મુલાકાતો દ્વારા સાહિત્ય, ફિલ્મ, રંગભૂમિ, લોકકલા અને સંસ્કૃતિના જેવા ક્ષેત્રોના ફલકને વિસ્તારવાનો છે. આ ફેસ્ટિવલમાં વક્તાઓના જકડી રાખનારા સત્રો, સંવાદાત્મક પેનલ ચર્ચાઓ, કાર્યશાળાઓ અને અનેકવિધ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘કર્ણાવતી યુનિવર્સિટીમાં અમારો એવો નિરંતર પ્રયત્ન રહ્યો છે કે, વિવિધ વિષયો પર અર્થપૂર્ણ વાર્તાલાપો અને સંવાદો માટે વિવિધ પ્રકારના પ્લેટફૉર્મની રચના કરવામાં આવે. આપણે દિવસેને દિવસે સોશિયલ મીડિયા અને માહિતીની ભરમારના યુગમાં સતત પરિવર્તનશીલ વિશ્વને અપનાવી રહ્યાં છે અને તેમાં સંલગ્ન થઈ રહ્યાં છીએ, જેમાં એકાગ્રતા દિવસને દિવસે ઘટી રહી છે, ત્યારે કેએલએફએફ એ વાર્તાકારો, લેખકો અને ઓરિજિનલ કન્ટેન્ટ રચયિતાઓના દ્રષ્ટિકોણો અને વિચારોને પરત લાવવાનો એક પ્રયત્ન છે, જેઓ આપણા રોજિંદા જીવન, આપણી આસપાસની દુનિયામાંથી અને એટલું જ નહીં વૈકલ્પિક વાસ્તવિકતાઓમાંથી વાર્તાઓને શોધવા અને કહેવા માટે સતત રચનાત્મક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા રહે છે.’

શેર 1
અગાઉની પોસ્ટ
રાજકોટવાસીઓ ટ્રાફિકની સમસ્યાથી ત્રસ્ત: ઓવર બ્રિજ ન થાય ત્યાં સુધી રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેનું સર્કલ નાનુ કરી દેવા માંગ
આગામી પોસ્ટ
માત્ર 4 મહિનાના બાળકને ખોળામાં લઈને સંસદ પહોંચ્યા આ સાંસદ, વાયરલ થઈ તસવીર
gujarat paheredar

Related posts

ગુજરાત: 2.5L સિમ રિટેલર્સની ચકાસણી કરવામાં આવશે, સિમના ગેરકાયદેસર વેચાણને રોકવા માટે લેવામાં આવ્યો નિર્ણય

gujarat paheredarAugust 20, 2023

વડોદરા: ‘મન કી બાત’ના 99 એપિસોડની પ્રદર્શનીનું સી.આર. પાટીલે ઉદ્ઘાટન કર્યું, કહ્યું- પીએમ મોદી જેવો પ્રયાસ…

gujarat paheredarApril 22, 2023

વડોદરા: બુલેટ ટ્રેન માટે બ્રિજ બનાવવા સમયે અકસ્માત, ક્રેન તૂટી પડતા 1નું મોત, 6 ઘાયલ

gujarat paheredarAugust 3, 2023August 3, 2023

Weekly Gold Price: આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો ફેરફાર, આ છે 24 કેરેટ સોનાની કિંમત

gujarat paheredarJanuary 1, 2023

સુરતમાં તહેવારોની રજામાં જૂગાર રમતા જુગારીઓ ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત

gujarat paheredarSeptember 8, 2023

‘ભારતમાં મુસ્લિમો પર હુમલા થઈ રહ્યા છે, મણિપુર 4 મહિનાથી સળગી રહ્યું છે’: લદ્દાખમાં રાહુલ ગાંધી

gujarat paheredarAugust 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

cw-check-https://test123.com/

AdminAugust 25, 2026
August 25, 20260

cw-check-https://fdfd.com/

AdminJuly 10, 2026
July 10, 20260

Coronavirus disease 2019

AdminJuly 9, 2026July 9, 2026
July 9, 2026July 9, 20260

Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players

AdminJuly 6, 2026July 8, 2026
July 6, 2026July 8, 20260

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • cw-check-https://test123.com/
  • cw-check-https://fdfd.com/
  • Coronavirus disease 2019
  • Non Gamstop Paysafe Casinos A Practical Guide for Players
  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

143517
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક