વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજના એટલે નળ સે જળ યોજના દાહોદ જિલ્લામાં ફારસરૂપ સાબીત થઈ રહી છે. આ યોજના થકી છેવાડના માણસના ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાની યોજના સરકાર દ્વારા બનાવવામાં આવી છે પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા આ યોજનાના નામે ખાયકી કરવાનો ઈરાદો ધરાવતો હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર દાહોદ જિલ્લામાં નળ સે જળ યોજના અમલમાં આવી તે વખતે ફતેપુરા તાલુકામાં પણ નળ સે જળ યોજના અમલમાં આવી હતી અને ફતેપુરા તાલુકામાં નળ સે જળ યોજના ની કામગીરી શરૂ કરાતા બારીયા ની હાથોડ ગામે પણ કામગીરી શરૂ કરાઈ હતી જેમાં બારીયા ની હાથોડ ગામે ડોડીયાર ફળિયામાં નળ સે જળ યોજનાની કામગીરીની શરૂઆત કરવામાં આવી અને ગામમાં ઘરે ઘરે નળ કનેક્શન આપવાની કામગીરી શરૂ કરાઇ હતી. ડોડીયાર ફળિયામાં વિવિધ વિસ્તારોમાં નળ સે જળની પાઇપ લાઇનો નાખીને નળ સે જળ યોજનાના નળ ઉભા કરી દેવામાં આવ્યા હતાં.
વડાપ્રધાનની મહત્વકાંક્ષી યોજના એટલે નળ સે જળ યોજના દાહોદ જિલ્લામાં ફારસરૂપ સાબીત થઈ રહી છે.
યોજનાના નળ માત્ર શોભાના ગાંઠિયા સમાન ઊભા કરી દેવાયા પરંતુ નળ કનેક્શન જ આપવામાં આવ્યું નથી અને ગામ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે તેમજ ગામના અમુક ઘરોમાં તો નળ સે જળ યોજના ની પાઇપલાઇન કે નળ કનેક્શન નથી પહોંચાડવામાં આવ્યા હતાં. ગામમાં એક જગ્યાએ તો ફક્ત યોજનાનો નળ ખાલી જ ઉભો કરી દેવાયો અને કેટલીક જગ્યાએ તો નળ સે જળ યોજનાની પાઇપ પણ ખુલ્લી જાેવા મળી છે ત્યારે યોજના ના કોન્ટ્રાક્ટર દ્વારા બારીયા ની હથોડ ગામે ડોડીયાર ફળિયામાં નળ સે જળ યોજનાની સમગ્ર કામગીરી પૂરી કરી દેવામાં આવી છે અને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે તે રીતનું કામ પૂર્ણ થઈ ગયું છે તેમ કહીને આ કામ બાબતના નાણા કોન્ટ્રાક્ટર દ્વારા ઉપાડી લેવામાં આવ્યું હોવાનું ગામના જાગૃત નાગરિક અને ભાજપના વરિષ્ઠ કાર્યકરે આક્ષેપ સાથે રજૂઆત કરી છે ત્યારે ગામમાં નળ સે જળ યોજનાના નળ ન આવતા અને નળમાં પાણી ન આવતા ગામ લોકોને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે અને ગામની મહિલાઓ ગામના છેવાડે આવેલા કુવે પાણી ભરવા માટે મજબૂર બની છે અને ત્યાંથી પાણી ભરી લાવીને પગે ચાલીને પોતાના ઘરે આવે છે ત્યારે આ સમગ્ર બાબતની વહીવટીતંત્ર દ્વારા ગંભીર નોંધ લઈને આ ગામ લોકોની સમસ્યા હલ કરવામાં આવે અને નળ સે જળ યોજના ની થયેલી કામગીરીની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ગ્રામજનોને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી બારીયા ની હાથોડ ગામના ડોડીયાર ફળિયાના ગ્રામજનોએ માંગ કરી છે.