આર્મી, વાયુસેનાની જરુર પડતા મદદ લેવાશે. આ સાથે સાથે કોસ્ટલ વિસ્તારમાં મોનિટરીંગ વધારવામાં આવ્યું છે. જેના કારણે પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી શકાય. વાવાઝોડું અત્યારે નોર્થ દિશામાં આગળ વધી રહ્યું છે. 14 અને 15 તારીખ સુધીમાં જખૌ પાસે ટકરાશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવાડી વાવાઝોડાના પગલે સ્થિતિની સમીક્ષા કરવા માટે ભૂજ ખાતે પહોંચ્યા છે. આ દરમિયાન તેમને સમીક્ષા બેઠક કરી હતી. આ સાથે રાજ્ય સરકારના આયોજનમાં કેન્દ્ર સરકાર સહયોગ આપશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ વધુમાં નિવેદન આપતા કહ્યું હતું કે, સૌથી વધુ નુકસાન થતા બંદરો પર તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત બંદરની આસપાસના વિસ્તારો ખાલી કરવામાં આવ્યા છે. ઈમરજન્સીને પહોંચી વળવા દવાના જથ્થાનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જરુર પડે ત્રણયે પાંખની મદદ લેવામાં આવશે. આ ઉપરાંત તમામ શીપને પોર્ટ પર લાંગરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ ઝોનમાં કંટ્રોલ રુમ શરુ કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલજી અને અધિકારીઓ સાથે ચક્રવાત બિપરજોય અંગે સમીક્ષા બેઠક કરી હતી. આ બેઠકમાં લોકો માટે તમામ સંભવિત આરોગ્ય સુવિધાઓ, ઓક્સિજન અને વેન્ટિલેટર પથારી વગેરેની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.