દાહોદ: તારીખ 18/11/2022 ના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના કાર્યકર્તાઓ દ્વારા દિલ્હી ની અંદર એક હિન્દુ દીકરી શ્રદ્ધાબેન જોડે આફતાબ નામના વિદર્મી છોકરા દ્વારા લવ જેહાદના ષડ્યંત્રમાં ફસાવી લગ્ન કર્યા બાદ માનવતાને શરમસાર કરે અને ક્રૂરતાની અંતિમ હદ વટાવી તેની હત્યા કરવામાં આવી હતી તે બાબતે દાહોદમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ ના તમામ કાર્યકર્તાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર શ્રી પાંડોર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સરકારશ્રીને નિવેદન કરવામાં આવ્યું કે આના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાથે આ હત્યારા ને ફાંસીની સજા આપવામાં આવે આનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આવી ઘટનાઓ વારંવાર ન બને અને સરકારશ્રી જે મહિલાઓની સુરક્ષાની વાત કરતી હોય તે માત્ર ચોપડે બોલતી હોય છે તેના પર રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કડક નિયમો અને કડક કાયદાઓ અમલમાં લાવી અને મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે યોગ્ય પગલાં લે એવી સરકાર શ્રી ને વિનંતી કરવામાં આવી છે.
સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ને વખોડી અને જો આવનાર દિવસોમાં આવા દુષ્કૃત્યો વારંવાર બન્યા તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ તમામે તમામ જગ્યાએ દેશભરની અંદર વિરોધ પ્રદર્શન કરશે તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.
રિપોર્ટર: અક્ષયકુમાર પરમાર, ગુજરાત પહેરેદાર દાહોદ.