July 8, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • ગુજરાત
  • ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા, 25 તાલુકા અને 260 ગામો મળી કુલ 14 લાખ 60 હજાર લોકો જ્યાં તંત્ર સાબદું – સીએમ
ગુજરાત

ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા, 25 તાલુકા અને 260 ગામો મળી કુલ 14 લાખ 60 હજાર લોકો જ્યાં તંત્ર સાબદું – સીએમ

by gujarat paheredarJune 14, 20230
શેર 2

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપોરજોય વાવાઝોડાની સમીક્ષા કરતા કહ્યું કે, બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર સૌને આપ્યો હતો. મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે, ચક્રવાતથી પ્રભાવિત ૮ જિલ્લા છે જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં કુલ રપ તાલુકા છે જેમાં ૦ થી ૫ કી.મી માં ર૬૦ ગામોનો સમાવેશ થાય છે જેની કુલ જન સંખ્યા ૧૪,૬૦,૩૦૦ છે. ૫ થી ૧૦ કિ.મી. વિસ્તારમાં ૧૮ર ગામોનો સમાવેશ થાય છે જેની કુલ વસ્તી અંદાજે ૪ લાખ પ૦ હજાર છે.

તેમણે જણાવ્યું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત ૪૩૪ નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે. આ રપ તાલુકાઓમાં ૧પર૧ આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ૮ જિલ્લાઓમાં ૪૫૦ હોસ્પિટલોની ઓળખ કરવામાં આવી છે, આ હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Advertisement

તેમણે કહ્યું કે, આ જિલ્લાઓમાં મીઠું પકવતા ૮૬૮ અગરિયાઓ તેમજ ૬,૦૮૦ કામદારોની ઓળખ કરવામાં આવી છે. ૨૮૪ ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. ૫,૩૩૦ અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી સમગ્રતયા ૧૫,૦૬૮ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય ૩૦,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે, આ ૮ જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તાર તેમજ રોડ ઉપરથી ૪,૦૫૦ હોર્ડિંગ્સને દૂર કરવામાં આવ્યા છે. માછીમારોની કુલ ૨૧,૫૯૫ બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે ૨૭ જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ ૨૪ મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે, વીજળીના થાંભલાઓ પડી જવાની સ્થિતિમાં રીપેરીંગ કરી આપવા માટે ઉર્જા વિભાગ દ્વારા સંપૂર્ણ સાધન સામગ્રી સાથેની ટીમ તૈયાર કરવામાં આવી છે. વાવાઝોડા સમયે રસ્તાઓના રીપેરીંગ માટેના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે. જમીનદોસ્ત થયેલા વૃક્ષોને હટાવવા માટે વન વિભાગની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડા અંગેની મહત્વની જાણકારી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

શેર 2
અગાઉની પોસ્ટ
તંત્ર દ્વારા સૌથી વધુ નુકસાન થતા બંદરો પર તમામ તૈયારીઓ કરવામાં આવી, જરુર પડે આર્મી, નેવીની મદદ લઈશું
આગામી પોસ્ટ
વાવાઝોડાને કારણે 8-10 ઇંચ વરસાદ થવાની ધારણા છે, કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે પરંતુ તંત્ર તૈયાર – અમતિ શાહ
gujarat paheredar

Related posts

પોલીસ ફરિયાદ: લાલપુર તાલુકામાં હત્યા પ્રયાસ કેસના આરોપીએ વકીલને ધમકી આપી

AdminMarch 30, 2022

કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહીતના 19 જિલ્લામાં મતદાન, ગત વખતે ભાજપને આ બેઠકો પર થયું હતું નુકશાન

gujarat paheredarNovember 30, 2022

PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હોળી, મહિલા દિનના શુભ અવસરે કહી આ વાત

gujarat paheredarMarch 9, 2023

જી20 સમિટના પગલે વડોદરા ઝોનની આણંદ, ખેડા સહીતની 26 નગરપાલિકાઓમાં મરેથોન, નેતાઓ દોડશે

gujarat paheredarFebruary 20, 2023

ગુજરાતમાં ન્યૂઝરીચ લોકલ ન્યુઝ કોમ્યુનિટી પ્રોગ્રામના પ્રથમ તબક્કાનો પ્રારંભ,1 કરોડથી વધુની મદદ માટે તત્પર

AdminJune 24, 2022

12મી જૂનથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો થશે પ્રારંભ, સીએમ કરાવશે શાળા પ્રવેશ

gujarat paheredarMay 25, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach

AdminJune 29, 2026July 1, 2026
June 29, 2026July 1, 20260

Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können

AdminJune 29, 2026June 30, 2026
June 29, 2026June 30, 20260

Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

AdminJune 28, 2026June 30, 2026
June 28, 2026June 30, 20260

Мелстрой гейм: уникальные особенности и преимущества игры в онлайн казино

AdminJune 26, 2026June 28, 2026
June 26, 2026June 28, 20260

Hoe rakoo casino nederland zich onderscheidt van andere aanbieders

AdminJune 26, 2026June 27, 2026
June 26, 2026June 27, 20260

Best Non Gamstop Casinos: Best Withdrawal Methods

AdminJune 25, 2026June 26, 2026
June 25, 2026June 26, 20260

Ninja Casino Boonuskood: Parimad Pakkumised Ja Kuidas Neid Kasutada

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Kako získať exkluzívny casinia bonus a zvýšiť svoje šance na výhru

AdminJune 25, 2026June 27, 2026
June 25, 2026June 27, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Wskazówki dotyczące skutecznego użytkowania robocat bonus w grach
  • Dlaczego warto wybrać f1 casino polska jako swoje ulubione kasyno
  • Wie Sie mit Dazardbet Casino Ihre Gewinnchancen maximieren können
  • Neue Trends im Online-Glücksspiel: Wie das Dazard Casino Schritt hält
  • Az Lvbet login biztonságának növelése a kétlépcsős azonosítással

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

139560
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક