અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક 2008માં નવા સીમાંકન બાદ 2012માં અસ્તિત્વમાં આવી હતી
અમિત શાહનો ગઢ માનવામાં આવે છે નારણપુરા
ગુજરાતની નારણપુરા વિધાનસભા બેઠકનો સૌથી મોટો પરિચય એ છે કે તેને અમિત શાહનો ગઢ માનવામાં આવે છે અને આ વિધાનસભા બેઠક અમદાવાદની રીચ વિધાનસભા બેઠકમાંની એક છે. આ વિધાનસભા બેઠક પર ઓબીસી મતદારો જેટલું જ પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે આ બેઠક જીતવા માટે પૂરા પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2017માં આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના કૌશિક પટેલ જીત્યા હતા.
2012માં પણ આ સીટ પરથી અમિત શાહ જીત્યા
ખાસ વાત એ છે કે વર્ષ 2012માં પણ આ સીટ પરથી અમિત શાહ જીત્યા હતા. નારણપુરા વિધાનસભા બેઠક પર ભાજપનું પ્રભુત્વ માનવામાં આવે છે. એટલા માટે અહીં ભાજપને હરાવવા માટે વિપક્ષી દળોએ પોતપોતાના પ્રયાસો સઘન કરવા પડશે. નારણપુરા વિધાનસભા બેઠકના મુખ્ય મુદ્દાઓની વાત કરીએ તો કહેવાય છે કે, અહીંના મોટાભાગના વિસ્તારોનો વિકાસ સારો છે. પરંતુ હજુ પણ કેટલાક ક્ષેત્રોમાં મૂળભૂત સમસ્યાઓ છે.
2008માં નવા સીમાંકન બાદ 2012માં અસ્તિત્વમાં આવી
અમદાવાદની નારણપુરા વિધાનસભા બેઠક 2008માં નવા સીમાંકન બાદ 2012માં અસ્તિત્વમાં આવી હતી. દેશના વર્તમાન ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક પરથી પહેલીવાર મોટી જીત નોંધાવી હતી. અત્યારે આ બેઠક તેમના લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ વખતે મોટા ખાતમૂહુર્ત અને લોકાર્પણો પણ નારણપુરા વિસ્તારમાં થયા છે. ભાજપની આ વખતે પણ છે જીતની તૈયારીઓ.