Adipurush Advance Booking: રિલીઝ પહેલા જ ફિલ્મ ‘આદિપુરુષ’એ ધૂમ મચાવી દીધી! એડવાન્સ બુકિંગનો આંકડો ચોંકાવી દેશે…
પ્રભાસ અને કૃતિ સેનનની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ને લઈને ચાહકોમાં ઘણો ક્રેઝ છે. આવી સ્થિતિમાં જેમ જેમ ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ચાહકોની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. ફિલ્મનું એડવાન્સ બુકિં0ગ તેનો લેટેસ્ટ પુરાવો છે. રવિવારે સવારથી જ આદિપુરુષ ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું હતું. ત્યારે ફિલ્મની ઝડપી એડવાન્સ બુકિંગ જોઈને લાગે છે કે આ ફિલ્મ તેની રિલીઝના પહેલા જ દિવસે હંગામો મચાવી શકે છે અને શાહરૂખ ખાનની ‘પઠાણ’ સહિત ‘KGF 2’નો રેકોર્ડ તોડી શકે છે.
5 લાખ સુધીની એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ‘આદિપુરુષ’ની નેશનલ ચેઈન પીવીઆર, આઈનોક્સ અને સિનેપોલિસમાં લગભગ 18,000 હજાર ટિકિટ વેચાઈ છે. સાથે જ 25000 ટિકિટ બુક કરાવ્યા બાદ રાત્રે કાઉન્ટર બંધ કરી દેવામાં આવ્યું હતું. આ સિવાય નેશનલ ચેઈનમાં 35,000 વધુ ટિકિટો વેચાઈ હતી. આ રીતે આ ફિલ્મની રિલીઝ પહેલા જ લગભગ 4.5 લાખથી 5 લાખ ટિકિટ એડવાન્સ બુકિંગમાં બુક કરવામાં આવી છે.
ચાહકો આદિપુરુષની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
આ ફિલ્મની જબરદસ્ત એડવાન્સ બુકિંગને જોતા ચોક્કસ કહી શકાય કે આ ફિલ્મના ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રીલિઝ થયું હતું. જેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો. જેને જોઈને લાગે છે કે પહેલા દિવસે આ ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત ઉછાળો આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ મેગા બજેટ ફિલ્મ બનાવવામાં લગભગ 600 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં પ્રભાસે ભગવાન શ્રી રામનો રોલ કર્યો છે અને કૃતિ સેનને માતા સીતાનો રોલ કર્યો છે. આ ફિલ્મ 16 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.