જાસુદના ફૂલ તમે જોયા જ હશે. આ ફૂલ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. આ સિવાય જાસૂદ ના ફૂલ તમારા વાળ અને ત્વચા માટે ઘણા બધા ફાયદા કારક હોય છે. તેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. આજકાલ જાસૂદની પાંખડીઓ ને સુકાવીને તેનો પાવડર પણ બનાવવામાં આવે છે. આ પાવડરનો ઉપયોગ તમે ત્વચા માટે કરી શકો છો. ત્વચા સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે તમે જાસુદ પાવડરનો ઉપયોગ કરી શકો છો. તેના ઉપયોગથી હાઇપર પિગમેન્ટેશન ની સમસ્યા દૂર થાય છે્ સાથે જ ચહેરા ઉપર નિખાર આવે છે. ચહેરા ઉપરની કરચલીઓએ દૂર કરવા માટે પણ તમે જાસુદ પાવડર નો ઉપયોગ કરી શકો છો. આજે આપણે તેના અલગ અલગ ઉપયોગ વિશે જાણીશું.
ત્વચા માટે તમે ફેસપેક બનાવી શકો છો. આના માટે જાસૂદ પાવડર નો ઉપયોગ કરવો જોઈએ. એક બાઉલમાં થોડો જાસૂદ પાવડર અને એલોવેરા જેલ લઈ લો. આ બંને વસ્તુને મિક્સ કરી ચહેરા ઉપર એક લેયર લગાવો. આને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને ધોઈ લો. આવું કરવાથી એકને દૂર થાય છે. સાથે જ તમારા ચહેરા ઉપર ચમક આવે છે. તમે ક્લિંઝરના રૂપમાં પણ જાસુદ પાવડર નો ઉપયોગ કરી શકો છો. આના માટે તમારે ગુલાબ જળ સાથે જાસૂદ પાવડર નો ઉપયોગ કરવો જોઈએ. અઠવાડિયામાં બે થી ત્રણ વખત જાસૂદ પાવડર નો ઉપયોગ કરવાથી તમારા ચહેરાના ડાઘ દૂર થાય છે. સાથે જ ડેડ સ્કિન સેલ્સ દૂર કરવા માટે તમે સ્ક્રબ ના રૂપમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. સુગર સાથે જાસુદનો ઉપયોગ કરીને તમે ચહેરા ઉપર સ્ક્રબિંગ કરી શકો છો. અલગ અલગ રીતે જાસૂદ પાવડર નો ઉપયોગ તમારી ત્વચાને ઘણા બધા ફાયદા થશે.
દોસ્તો, જો તમને અમારી આ માહિતી ઉપયોગી લાગી હોય તો આર્ટીકલ ને લાઈક કરો. સાથે જ તમારા ખાસ મિત્રો સાથે શેર પણ જરૂરથી કરો.
![](https://gujaratpaheredar.com/wp-content/uploads/2023/06/featured_1686638670-960x638.jpg)