વાવાઝોડાની સ્થિતિને જોતા છેલ્લા કેટલાક દિવસથી ગૃહમંત્રીએ દ્વારકાની સ્થિતિ સંભાળી છે. ત્યારે તેમને વાવાઝોડાની સ્થિતિ બાદ મહત્વની વાત કહી હતી.
પોલીસના 22 જેટલા જવાનો ઘાયલ થયા છે. બધાની સારવાર ચાલી રહી છે અને તેઓ સેફ છે. લાઈટના થાંભલા વધારે પડ્યા છે. તંત્રએ આખી રાત કામગિરી કરી છે. કાલે પીએમ મોદીએ સીએમ સાથે પણ વાત કરી હતી. તેમને માનવ જીવનની સાથે સાથે ગીરના સિંહોની પણ ચિંતા કરી હતી. સીએમ ખુદ મંત્રી અને અધિકારી સાથે સંપર્કમાં હતા. રાત્રે 4 વાગે પણ તેમને ફોન કર્યો હતો અને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે તમામ વ્યવસ્થા ચાલું રાખવા માટે આદેશ કર્યો હતો.
કોસ્ટલ એરીયાના ગામોમાંથી લોકોને સ્થળાંતરણ કરવામાં આવ્યા હતા. આજે આ કામગિરીના કારણે કોઈ જાનહાની સામે નથી આવી. દ્વારકામાં રાત્રિ દરમિયાન સતત કામગિરી ચાલું રહી હતી પરંતુ કચ્છ વિસ્તારના દરીયાકિનારામાં 25 હજારે જેટલા લોકોને ખસેડાયા હતા.
વાવાઝોડા બાદની રીસ્ટોરેશનની કામગિરીને લઈને સંઘવીએ કહ્યું હતું કે, તંત્ર પહેલાથી જ સતર્ક હતું. વીજળી વિભાગની અસરગ્રસ્ત વિસ્તાર સિવાયની પૂરી ટીમને સૌરાષ્ટ્ર અને કચ્છમાં બોલાવવામાં આવી હતી. અત્યારે આ કામગિરી ચાલી રહી છે જ્યારે વરસાદ બંધ થશે ત્યારે આ કામગિરી વધુ તેજ કરવામાં આવશે.