જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી તા.૧૩ જુનના રોજ ભરતી મેળો યોજાશે
—
અમરેલી તા.૦૯ જુન, ૨૦૨૩ (શુક્રવાર) અમરેલી જિલ્લા રોજગાર કચેરી દ્વારા નિયમિત રીતે અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળાનું આયોજન કરવામાં આવે છે. ખાનગી ક્ષેત્રના એકમ સુઝુકી મોટર્સ ગુજરા, હાંસલપુર માટે ૧૮ થી ૨૪ વર્ષની વય મર્યાદા ધરાવતા હોય અને ખાલી જગ્યાઓને અનુરુપ શૈક્ષણિક લાયકાત ધો.૧૦ પાસ સાથે આઈ.ટી.આઈ ઇન ફીટર, ડીઝલ મિકેનીક, મોટર મિકેનીક, ટર્નર, મશીનીસ્ટ, વેલ્ડર, ઈલેક્ટ્રીશીયન, ટ્રેક્ટર મિકેનિક, પેઈન્ટર જનરલ, સી.ઓ.ઈ ઓટોમોબાઈલની તકનીકી લાયકાત ધરાવનારા ઉમેદવારો અરજી કરી શકે છે. ભરતીમેળાનું આયોજન આગામી તા.૧૩ જુન, ૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૧૧ વાગ્યે ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લાઠી રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યું છે. અનુબંધમ વેબ પોર્ટલના માધ્યમથી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં ભાગ લેનાર રોજગાર ઇચ્છુકોએ ઉપસ્થિત રહેવું. આ ઉપરાંત અનુબંધમ પોર્ટલ http://anubandhan.gujarat.gov.in/account/signup પર આધાર કાર્ડ, શૈક્ષણિક લાયકાતના દસ્તાવેજો સાથે જોબ સીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે. નોંધણી થયા બાદ પોર્ટલ પર લોગ ઇન કરીને પોર્ટલ પર જોબ ફેરના મેનુમાં ક્લિક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબ ફેરમાં ભાગ લઈ શકશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, અમરેલીના કોલ સેન્ટર નંબર ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.