વડોદરાની ગોલ્ડન ચોકડી ખાતે લઈ જવાતો 30 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ પોલીસે રામપુરા ગામેથી ઝડપી લીધો
દાહોદ એલસીબી પોલીસ રૂરલ પોલીસ મથકના વિસ્તારમાં પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત આવતા જતા વાહનોની ચેકીંગ હાથ ધરી રહી હતી તે સમયે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક આઇસર ગાડીમાં મધ્યપ્રદેશના પીટોલ ગામ તરફથી વિદેશી દારૂ ભરી અને વડોદરા ગોલ્ડન ચોકડી તરફ લઈ જવાઈ રહ્યો છે તેવી બાતમી આધારે એલસીબી પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર રામપુરા ગામ નજીક વોચ ગોઠવી આવતા જતા વાહનો તલાશી લેતી હતી તે દરમિયાન બાતમી વાળી આઇસર ગાડી જેનો નંબર KA 07 A 9672 નંબરની આઇસર આવતા પોલીસે નાકાબંધી કરી અને બાતમી વાળી આઇસર આવતા પોલીસે તેને રોકાવી તેના ચાલકનું નામ પૂછતા સુરેશ કુમાર તેજારામ બિશ્નોઈ રહેવાસી રાજસ્થાન જિલ્લા જાલોર તાલુકા સાંચોર હાલીવાવ ધનાણીયાની ઢાણી નો હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેને ગાડીમાં શું ભરેલું છે તે પૂછતાં પોલીસને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે આઇસર પાછળના દરવાજા ખોલીને જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી અને એલસીબી પોલીસ મથક ખાતે આઇસર ગાડીને લાવવામાં આવી હતી જેમાં ચાલકની અંગ ઝડતી કરતા તેના પેન્ટના કિસ્સામાંથી મોબાઈલ મળી આવ્યો હતો જેની કિંમત 5,000 અને વિદેશી દારૂની 9,852 બોટલો જેની કિંમત ₹2,54,400 દારૂની હેરફેરમાં લીધેલી આઇસર ટેમ્પો જેની કિંમત ૧૦ લાખ મળી કુલ 30,59 400 રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકની અટકાયત કરી એલસીબી પોલીસે તારીખ 12 મી જૂનના રોજ રૂલર પોલીસ મથક ખાતે ગુનો નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી