નિર્વાસિત તિબેટ સરકારના પ્રમુખ પેનપા ત્સેરિંગે કહ્યું છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના દેશમાં મુસ્લિમોને હિંદુ નથી બનાવી રહ્યા. તેમણે કહ્યું કે કેટલીક ઘટનાઓને કારણે ભારત બહારના લોકો ભારતની સ્થિતિને અલગ રીતે સમજે છે, પરંતુ આ વાસ્તવિકતા નથી. તેમણે કહ્યું, અમે ભારતમાં રહીએ છીએ. મારો જન્મ ભારતમાં થયો છે. એવી વાત નથી જે આંતરરાષ્ટ્રીય મીડિયા કહે છે. મોદીની દમનકારી નીતિઓની વાર્તા ખોટી છે. તેઓ મુસ્લિમોને હિંદુ બનાવવાનો પ્રયાસ નથી કરી રહ્યા.
તેમણે કહ્યું, “મને લાગે છે કે ભારત વિશ્વના સૌથી સહિષ્ણુ દેશોમાંનો એક છે.” જ્યારે ભારત વિશે પૂછવામાં આવ્યું ત્યારે પેનપા ત્સેરિંગે કહ્યું કે અહીં ઘણી બધી વિવિધ સંસ્કૃતિઓ, ઘણા ધર્મો, ઘણા વિવિધ પ્રકારના લોકો રહે છે.
પેનપા ત્સેરિંગે કહ્યું કે, માત્ર કેટલાક બદમાશોના કારણે તમે સમગ્ર સમુદાયને દોષી ન ઠેરવી શકો. મને લાગે છે કે ભારત એક ખૂબ જ સ્થિતિસ્થાપક દેશ છે અને તેની વિવિધતા પર ગર્વ અનુભવે છે. તેમને પૂછવામાં આવ્યું- તમે બદમાશોને હિંદુ તરફથી જુઓ છો કે મુસ્લિમ તરફથી? પેનપા ત્સેરિંગે કહ્યું કે બંને બાજુથી જ છે.
પેનપા ત્સેરિંગના નિવેદનનો વીડિયો શેર કરતા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું કે, ભારત વિશ્વનો સૌથી સહિષ્ણુ અને સૌથી વધુ વૈવિધ્યસભર દેશ છે. અહીં દરેક નાગરિકને સમાન અધિકાર છે.
ભારત-ચીન મુદ્દે ભારત મજબૂત બન્યું
જ્યારે ભારત-ચીન મુદ્દે પેનપા ત્સેરિંગને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે ચીનની વાત આવે છે ત્યારે ભારત હંમેશા ખૂબ જ સાવધ રહ્યું છે. ભારતીય સરહદ પર ચીનની આક્રમકતાને કારણે ભારત વધુ મજબૂત બન્યું છે.