વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રવાસે ગયેલા પ્રથમ મહિલા જીલ બાઈડેનને મીઠું ભેટ સ્વરૂપે આપ્યું હતું. ગુજરાતની દૃષ્ટિએ મીઠું અહીંના જીવન સાથે સંકળાયેલું છે. બીજી તરફ સૌથી વધુ મીઠાનું ઉત્પાદન પણ ગુજરાતમાં થાય છે.
કચ્છ સહિત સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં શુભ પ્રસંગે મીઠું આપવામાં આવે છે. કચ્છમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે પરિવારો પરસ્પર સંબંધોને મજબૂત કરવા મીઠું ચડાવે છે. તેમની યુએસ મુલાકાતમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતીકાત્મક રીતે પ્રમુખ જો બાઈડેનના પત્ની જીલ બાઈડેનને અન્ય વસ્તુઓની સાથે મીઠું ભેટ આપીને એક મોટી પહેલ કરી છે. વડાપ્રધાનની આ ભેટમાં પણ સંદેશ છુપાયેલો છે. મીઠું આપવાનો એક હેતુ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવાનો અને સંબંધોને મજબૂત કરવાનો છે. શાસ્ત્રોમાં મીઠાનું મહત્વ પણ અલગ રીતે વર્ણવવામાં આવ્યું છે. જેથી કહી શકાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની આ મુલાકાત દરમિયાન મીઠું ચડાવીને ઘણા સંકેતો આપ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસનો આજે બીજો દિવસ છે. PM મોદી ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચ્યા જ્યાં રાષ્ટ્રપતિ જો બાઇડન અને ફર્સ્ટ લેડી જીલ બાઇડને વ્હાઇટ હાઉસમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ દરમિયાન ભેટની આપ-લે પણ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના ફર્સ્ટ લેડી ડો. જીલ બાઇડનને 7.5 કેરેટ લેબમાં તૈયાર કરવામાં આવેલ ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે. આ સાથે મીઠું પણ આપ્યું હતું.