June 20, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

  • Home
  • દેશ
  • ૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન, ક્રિકેટ ચાહકોના ઉત્સાહના ઉમંગમાં ઉમેરો કરવા ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વી તારલાઓએ આપ્યું પ્રોત્સાહક સમર્થન
દેશ

૨૦૨૩ના ક્રિકેટ વિશ્વ કપ માટે ’જીતેંગે હમ’ના નારા સાથે અદાણીએ આરંભ્યુ અભિયાન, ક્રિકેટ ચાહકોના ઉત્સાહના ઉમંગમાં ઉમેરો કરવા ૧૯૮૩ વિશ્વકપ વિજેતા ટીમના યશસ્વી તારલાઓએ આપ્યું પ્રોત્સાહક સમર્થન

by gujarat paheredarJune 25, 20230
શેર 2

અદાણી ડે પ્રસંગે અદાણી ગ્રૂપે ‘જીતેંગે હમ’ નારા સાથે અભિયાનનો આરંભ કરવા માટે ૧૯૮૩ના વર્લ્ડ કપ ક્રિકેટના વિશ્વ વિજયના દંતકથાસમાન ક્રિકેટરો સાથે સહયોગ કર્યો છે. જેમાં તેઓએ આઇસીસીના વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટ વિશ્વ કપ-૨૦૨૩ માટે ટીમ ઈન્ડિયાને અતિ અપેક્ષિત પ્રચંડ સમર્થન દર્શાવ્યું છે. ભારતના ઐતિહાસિક વિજયની ૪૦મી વર્ષગાંઠ નિમિત્તે અદાણી ગ્રુપ આગામી વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે એક અડીખમ ભાવના પ્રજ્વલિત કરે છે. 1983ના વિશ્વ કપ વિજેતા ક્રિકેટ ટીમના દિગ્ગજો અને જુસ્સાદાર ચાહકોના પ્રચંડ સમર્થનની લાગણીની બેશુમાર આશાઓ અને અંતરમનની શુભેચ્છાઓ સાથે અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીના વડપણ હેઠળ આ અભિયાનની રંગદર્શી વાતાવરણમાં શરુઆત કરવામાં આવી છે.

ટ્વીટર અને ઇન્સ્ટગ્રામ ઉપર ’જીતેંગે હમ’ના બુલંદ નારા સાથેની આ ઝુંબેશ ભારતીય ક્રિકેટ ચાહકોને એક થવા અને ટીમ ઈન્ડિયા પાછળ પૂરી તાકાતથી ઉભા રહી વિશ્વકપ જીતવા માટે ખેલાડીઓના ઝનૂનને જોરદાર પીઠબળ આપવા અને તેમના નૈતિક જૂસ્સાને વધારવા માટે પ્રોત્સાહિત કરે છે અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટ એ સહુને એકતાંતણે બાંધી રાખતી બંધનકર્તા શક્તિ છે જે લાગણીઓના વિશાળ સ્પેક્ટ્રમને આમંત્રિત કરે છે. દંતકથાઓરુપ વ્યક્તિ જન્મતા નથી, પરંતુ સ્થિતિસ્થાપકતા અને દ્રઢતા દ્વારા તેમનુ ઘડતર કરવામાં આવે છે.

Advertisement

ટીમ ઈન્ડિયા પાસે આ બંને લક્ષણો હતા જે આપણને 1983 માં વર્લ્ડ કપ જીતવા તરફ દોરી ગયા. જીતેંગે હમ દ્વારા ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવાની આશા સાથે ભારતીય ક્રિકેટ ટીમને આગામી વર્લ્ડ કપ માટે શુભેચ્છા પાઠવવામાં અમારી અને ક્રિકેટના દિગ્ગજો સાથે જોડાવવા શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ વિશ્વ કપ 2023 માટે ટીમ ઈન્ડિયાના સમર્થનમાં અદાણી ગ્રૂપ સાથે જોડાતા અમે સન્માનિત છીએ.એવી લાગણી વ્યકત કરતા કપિલદેવે કહ્યું હતું કે આ અભિયાન ઉત્તેજના અને અદમ્ય ભાવનાનું પ્રતિક છે જેણે અમને 1983માં જીત તરફ પ્રેર્યા હતા. વર્લ્ડ કપ 2023ની તૈયારીમાં તે અનિવાર્ય છે. એક સામૂહિક માનસિકતાને ઉત્તેજન આપવા માટે ટીમ કે જે પોતાનું સર્વાંગી શ્રેષ્ઠ આપવા માટે પૂરા દિલથી પ્રતિબદ્ધતા પર કેન્દ્રિત કરે છે. સફળતાનું સાચું માપ ફક્ત પરિણામમાં જ નથી, પરંતુ વ્યક્તિગત શ્રેષ્ઠતાના અવિરત પ્રયાસ માટેના અતૂટ સમર્પણમાં રહેલું છે.એમ કપિલદેવે કહ્યું હતું.

કપિલદેવની વાત સાથે સૂર પૂરાવતા 1983ની ટીમના હીરો અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)ના પ્રમુખ રોજર બિન્નીએ કહ્યું, હતું કે નિર્ધાર અને ટીમ ભાવના.સાથે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ બનવું એ એક અકલ્પનીય સફર હતી. આપણે બધા આપણા વર્તમાન ખેલાડીઓની આ પ્રતિષ્ઠિત ટ્રોફી પરત લાવવાની ક્ષમતામાં વિશ્વાસ કરીએ છીએ. ત્યારે ફરી એકવાર ચાહકો તરીકે એક થઈએ અને ઈતિહાસ રચવા તેમને પ્રેરણા આપીએ. અદાણી દિવસની ઉજવણી માટે અમદાવાદમાં યોજાયેલા એક હ્દયસ્પર્શી મેળાવડા વચ્ચે 1983ની વર્લ્ડ કપ વિજેતા ટીમનું અવિસ્મરણીય સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગની ભવ્યતામાં અભિવૃધ્ધિ કરતા એ ઐતિહાસિક ટીમના સુકાની શ્રી કપિલ દેવે શ્રી ગૌતમ અદાણીને 1983ની ટીમ દ્વારા હસ્તાક્ષર કરેલું ખાસ બેટ અર્પણ કર્યું હતું આ અમૂલ્ય ભેટ બહુપ્રતીક્ષિત વર્લ્ડ કપ 2023 પહેલા ભારતીય ટીમને પ્રસ્તુત કરવા માટે એક પ્રેરણાત્મક ટોકન તરીકે કામ કરશે. સેલિબ્રિટી એન્કર ગૌરવ કપૂરે ટીમ 83 અદાણી ડેની ઉદઘાટન આવૃત્તિની પ્રશંસા કરી 1983ના હીરો અને શ્રીમાન અદાણી સાથે ક્રિકેટ અને બિઝનેસના ક્ષેત્રો વચ્ચે એકીકૃત સમાનતાઓ દોરતા આ કાર્યક્રમ એક મનોરંજક ક્ષણનો સાક્ષી બન્યો હતો. આ અભિયાનના ભાગ રૂપે ટૂંક સમયમાં ડિજિટલ વિશિંગ વોલનું અનાવરણ કરવામાં આવશે, જેમાં વિશ્વભરના ક્રિકેટ રસિકોને તેમની હાર્દિક શુભેચ્છાઓ, સંદેશાઓ અને વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સફર માટે સમર્થન આપવાની તક સાથે આમંત્રિત કરવામાં આવશે. તેનો હેતુ ટીમ ઈન્ડિયાના વિજય હાંસલ કરવાના નિર્ધારમાં વૃધ્ધિ કરતા સમર્થનનું પ્રચંડ પ્રદર્શન દર્શાવવાનો છે. “કર કે દિખાયા હૈ, કર કે દિખાયેંગે,” ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં સિદ્ધિની અદમ્ય ભાવનાનું પ્રતીક આ અભિયાન અદાણી જૂથના સિદ્ધાંતોમાંથી પ્રેરણા મેળવે છે.

“જીતેંગે હમ” અભિયાન વિજેતાઓએ અગાઉ જે વિજયનો સ્વાદ ચાખ્યો છે, તે ફરીથી અનિવાર્યપણે તેનો આનંદ માણશે એવી એક આંતરિક પ્રતીતિ કે જે લોકનજરમાં તેમના સંતોષ અને ગર્વથી સર્વોપરી છે.એવી માન્યતાને પ્રેરિત કરે છે. અદાણી ગૃપ વિષેઃ ભારતમાં અમદાવાદ ખાતે મુખ્ય મથક ધરાવતું, અદાણી ગ્રૂપ એ લોજિસ્ટિક્સ (બંદરો, એરપોર્ટ, લોજિસ્ટિક્સ, શિપિંગ અને રેલ),સંસાધનો, વીજ ઉત્પાદન અને વિતરણ, રિન્યુએબલ એનર્જી, ગેસ અને આંતરમાળખાકીય સુવિધાઓના નિર્માણ વગેરે ક્ષેત્રોમાં રસરુચિ સાથે વૈવિધ્યસભર વ્યવસાયોમાં સૌથી મોટો અને ઝડપથી આગેકૂચ કરતો પોર્ટફોલિયો ધરાવે છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર,કૃષિ ક્ષેત્રના આંતર માળખા (કોમોડિટી, ખાદ્ય તેલ, ખાદ્ય ઉત્પાદનો,કોલ્ડ સ્ટોરેજ અને અનાજના આધુનિક ગોદામ), રિયલ એસ્ટેટ, જાહેર પરિવહન આંતર માળખું, ગ્રાહક ધિરાણ અને સંરક્ષણ તથા અન્ય ક્ષેત્રો સાથે સંકળાયેલું છે.

અદાણી ઉદ્યોગ સમૂહ તેની સફળતા અને નેતૃત્વની સ્થિતિને ‘રાષ્ટ્ર નિર્માણ’ અને ‘ગ્રોથ વિથ ગુડનેસ’ ટકાઉ વૃદ્ધિ માટેના માર્ગદર્શક સિદ્ધાંતની મૂળ ફિલસૂફીને આભારી ગણાવે છે. અદાણી સમૂહ ટકાઉપણું, વિવિધતા અને વહેંચાયેલ મૂલ્યોના સિદ્ધાંતો આધારિત પોતાના કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબીલીટીના કાર્યક્રમોની તાકાતથી પર્યાવરણનું રક્ષણ કરવા અને સમુદાયોની સ્થિતિની સુધારણા માટે સંકલ્પબધ્ધ છે.

શેર 2
અગાઉની પોસ્ટ
દેવશયની એકાદશીના દિવસે ન કરો આ ભૂલો, ભોગવવું પડી શકે છે ગંભીર પરિણામ
આગામી પોસ્ટ
વાવાઝોડાથી નુકસાની : ગુજરાત કોગ્રેસ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મુલાકાતે ; નુકશાની અંગે અસરગ્રસ્તોને પુરતુ વળતર આપવા સરકારમા રજુઆત કરશે
gujarat paheredar

Related posts

PM કિસાન યોજના: ખેડૂતોને 13મો હપ્તો ક્યારે મળી શકે? અહીં અપડેટ્સ જાણો

gujarat paheredarFebruary 6, 2023

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

gujarat paheredarMarch 2, 2023

પીએસઆઈ ભરતી મામલે અમિત ચાવડા આકરા પાણીએ, કહ્યું ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ

gujarat paheredarMarch 1, 2023

BJPએ જાહેર કર્યો ‘કોંગ્રેસ ફાઇલ્સ’ વીડિયો, કોલસા, 2-G સ્પેક્ટ્રમ સહિતના વિવિધ કૌભાંડો થકી 4.82 લાખ કરોડના ભ્રષ્ટાચારનો લગાવ્યો આરોપ

gujarat paheredarApril 3, 2023

અમેરિકામાં આર્થિક સંકટ! 2 બેંકો ડૂબ્યા બાદ જો બાઇડને આપ્યું મોટું નિવેદન

gujarat paheredarMarch 14, 2023

આગામી મહિનાઓમાં રેકોર્ડબ્રેક ગરમીનો સામનો કરવો પડશે, 1877 પછી સૌથી વધુ ગરમી અનુભવાશે

gujarat paheredarMarch 1, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At

AdminMay 31, 2026May 31, 2026
May 31, 2026May 31, 20260

Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε

AdminMay 15, 2026May 16, 2026
May 15, 2026May 16, 20260

The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos

AdminMay 13, 2026May 14, 2026
May 13, 2026May 14, 20260

Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

AdminMay 11, 2026May 12, 2026
May 11, 2026May 12, 20260

Starzino NL: Wat je moet weten voordat je begint met spelen in Nederland

AdminMay 10, 2026May 12, 2026
May 10, 2026May 12, 20260

La sicurezza e l’affidabilità del casino alf nel mercato italiano

AdminMay 5, 2026May 6, 2026
May 5, 2026May 6, 20260

CasinoKing Be : Pourquoi Cette Plateforme Séduit Les Joueurs Expérimentés

AdminMay 1, 2026May 2, 2026
May 1, 2026May 2, 20260

Le Migliori Strategie per Usare Rabona Sports Live Streaming

AdminApril 30, 2026May 2, 2026
April 30, 2026May 2, 20260

Warum das Mellstroy Casino Online ein Muss für Casino-Fans ist

AdminApril 29, 2026May 1, 2026
April 29, 2026May 1, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Mobil Oyuncular Için Giriş Sürecini Sadeleştiren Kapsamlı Başlangıç Rehberi Trustpilotta Holiganbet Yorumlarına Göz At
  • Starzino ervaringen en hoe deze je spelstrategie kunnen verbeteren
  • Τα οφέλη του να παίζετε στο Ice Casino mobile app οπουδήποτε
  • The Insider’s Guide to Avia Master Techniques in Online Casinos
  • Spins of Glory Casino: A legújabb innovációk és technológiák bemutatása

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

138932
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક