બિપરજોય વાવાઝોડાન લીધે પોરબંદર સહિત રાજ્યના દરિકાંઠાના ગામોમા ભારે નુકશાની થઇ છે.ત્યારે ગુજરાત કોગ્રેસની ટીમ દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઇ અને નુકશાનીનો તાગ મેળવી રહી છે.ગુજરાત કોગ્રેસના આગેવાનો પોરબંદર ખાતે પહોચ્યા હતા,ચોપાટી,બંદર સહિતના વિસ્તારોની મુલકાત લીધી હતી.
પોરબંદર શહેરમાં ગુજરાત કોગ્રેસના પૂર્વ પ્રમુખ પરેશભાઇ ધાનાણી, ગુજરાત કોગ્રેસ કિશાન મોરચના પ્રમુખ પાલભાઇ આંબલીયા, પોરબંદર જીલ્લાના કોગ્રેસના પ્રભારી ભીખુભાઇ વારોતરીયા તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા સહિતના આગેવાનો એ બીપરજોય વાવાઝોડાની અસરને કારણે દરિયાકાંઠા વિસ્તારમા થયેલા નુકશાન અંગે અહેવાલ મેળવા માટે સૌ પ્રથમ ચોપાટી સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. ત્યારબાદ પોરબંદર ચોપાટી, બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને સ્થાનીક માછીમારો સાથે વાતચીત કરી હતી.ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ સંબોધતા કિશાન મોરચના અધ્યક્ષ પાલભાઇ આંબલીયા અને પરેશભાઇ ધાનાણીએ એવુ જણાવ્યુ હતુ કે વાવાઝડાના કારણે અનેક વૃક્ષો ધરાશાઇ થયા છે ત્યારે સરકાર દ્રારા વૃક્ષોના નિયત થયેલા ભાવ મુજબ વળતર આપવામા આવતુ નથી તેમજ પીજીવીસીએલ દ્રારા પ્રિમોન્સુનની કામગીરી કરવામા આવી ન હતી જેને કારણે વૃક્ષો અને વિજપોલી ધરશાઇ થયા છે સરકાર માત્ર વાતો કરે છે, વીજપોલ ઉભા કરવા માટે પુરતી ટીમો નથી આથી ગુજરાત કોંગ્રેસની ટીમ ખેડુતાનેે મદદરૂપ બની રહયા છ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમા જે નુકશાની થઇ છે તે વિસ્તારની કોગ્રેસની ટીમ દ્રારા મુલાકાત લઇ અને અહેવાલ તૈયાર કરવામા આવશે અને કોગ્રેસનુ ડેલીગેશન નુકશાની અંગે અસરગ્રસ્તોને પુરતુ વળતર આપવા સરકારમા રજુઆત કરશે.