વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે G20 નાણા મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરોની બેઠકને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં અમે ખૂબ જ સુરક્ષિત, ભરોસાપાત્ર અને સસ્તું જાહેર ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે
વર્ચ્યુઅલ રીતે મીટિંગને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ગ્રાહકો અને ઉત્પાદકો ભવિષ્ય વિશે આશાવાદી છે. અમે આશા રાખીએ છીએ કે તમે આ સકારાત્મકતાને વૈશ્વિક અર્થતંત્રમાં ફેલાવશો. વડા પ્રધાને કહ્યું કે G20 ના પ્રમુખપદ દરમિયાન અમે એક એવું ફિનટેક પ્લેટફોર્મ બનાવ્યું છે, જેની મદદથી G20 સભ્ય દેશોના મહેમાનો ભારતના ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPIનો ઉપયોગ કરી શકશે.
G20ની આ બેઠક બેંગલુરુમાં થઈ રહી છે અને શુક્રવારે આ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકમાં ભારતના નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને સેન્ટ્રલ બેંક રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસ હાજર હતા. તમને જણાવી દઈએ કે ઘણી સરકારી યોજનાઓના પૈસા પણ ડિજિટલ પેમેન્ટ દ્વારા લોકોના ખાતામાં સીધા ટ્રાન્સફર થઈ રહ્યા છે. આ સાથે સામાન્ય લોકો પણ રોજબરોજની વસ્તુઓ ખરીદવા માટે ડિજિટલ પેમેન્ટ કરી રહ્યા છે. ભારતનું ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ UPI અને Pay Now હવે સિંગાપોરમાં પણ કામ કરશે. જણાવી દઈએ કે ભારત અને સિંગાપોરે તેમની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને લિંક કરવાનો નિર્ણય લીધો છે. બંને દેશો વચ્ચે દર વર્ષે એક અબજ ડોલરથી વધુનું આદાનપ્રદાન થાય છે.