વડોદરા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનના નામો જલદી જ સામે આવશે. આ નામો પર મહોર મારવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ગાંધીનગર નિવાસસ્થાને મહત્વની બેઠક હોદ્દેદારો અને પદાધઘિકારીઓ સાથે મળી છે.
વડોદરા ડેરીના મામલે હોદ્દેદારો મળી રહે તે માટે કોકડું ગૂંચવાયું હતું ત્યારે આ મામલે સીઆર પાટીલે બોલાવ્યા હતા. ત્યારે આ મામલે છોટાઉદેપુર, વડોદરા ધારાસભ્યોને પણ ફરમાન મોકલવામાં આવ્યું હતું.
ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોને લઈને અત્યારે મંથન થઈ રહ્યું છે. જેથી નવા નામો પર કોની પસંદગી ઉતારવી તે બાબતે ચર્ચા કરવામાં આવી રહી છે. આ મામલે ડેરીના તમામ ડીરેક્ટરોને પણ તેડું મોકલવામાં આવ્યું છે.
ઘણા સમયથી વડોદરા ડેરીનું કોકળું ગૂંચવાયું છે. ત્યારે આ મામલે ધારાસભ્યોએ પણ બાંયો ચડાવી હતી. ત્યારે આ મામલે સીઆર પાટીલને હસ્તેક્ષેપ પણ કરવો પડ્યો હતો.
અગાઉ થયો હતો વિવાદ
વડોદરા ડેરી વિવાદને જોતા કાર્યકારી પ્રમુખ પદેથી જીબી સોલંકીએ અગાઉ રાજીનામું આપ્યું હતું. જીબી સોલંકીએ રાજીનામું આપતા કહ્યું હતું કે, છેલ્લા કેટલાક ડેરીનું વાતાવરણ ડહોળવામાં આવી રહ્યું છે. અગાઉ વડોદરા ડેરીના સત્તાધીશો સામે ભાજપ અને અપક્ષના ધારાસભ્યએ મોટા આક્ષેપ લગાવ્યા હતા. અગાઉ મળેલી વિગતો અનુસાર ધારાસભ્યોએ ડેરીના ભ્રષ્ટાચાર મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ, સહકારી મંત્રી જગદીશ વિશ્વકર્મા અને સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી.