રખડતા પશુઓના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સતત રોડ પર રખડતા ઢોર સતત જોવા મળી રહ્યા છે. ત્યારે વૃદ્ધાના મોત બાદ સ્થાનિકચ ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયૂર રોકડીયા દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
રખડતા ઢોરના કારણે વડોદરામાં વૃદ્ધાનું મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. પરીવારજનો દ્વારા પશુ માલિક સામે ફરીયાદ કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિકોમાં પણ રખડતા ઢોરના કારણે લોકોના જીવ જતા આક્રોસ જોવા મળી રહ્યો છે. રખડતા પશુઓના કારણે સ્થિતિ ગંભીર બની રહી છે. સતત રોડ પર રખડતા ઢોર સતત જોવા મળી રહ્યા છે. ત્યારે વૃદ્ધાના મોત બાદ સ્થાનિકચ ધારાસભ્ય અને પૂર્વ મેયર કેયૂર રોકડીયા દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો છે.
વડોદરા કોર્પોરેશન સામે પણ રખડતા ઢોર સતત જોવા મળતા લોકોમાં આક્રોસ જોવા મળી રહ્યો છે. ત્યારે ગઈકાલે આ મામલે કોર્પોરેશનના ઢોર અંકુશ વિભાગ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને રખડતા ઢોર પકડવામાં આવ્યા હતા.ટ ગાયના માલિક કરણ રબારીની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્રાપ્ત વિગતો અનુસાર ઢોર માલિકના ઘરના તમામ વોટર કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવામાં આવી શકે છે.
રખડતા ઢોરને લઈને અમદાવાદ, સુરત, વડોદરા તેમજ સૌરાષ્ટ્ર સહીતના મહાનગરપાલિકા વિસ્તારમાં આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છતાં પણ રખડતા ઢોરના કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. અમદાવાદમાં વૃદ્ધાનું મોત ઢોરની અડફેટે આવતા તાજેતરમાં જ થયું છે. ત્યારે અમદાવાદમાં પણ ઢોર માલિક સામે ગુનો દાખલ કરાયો છે.