ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર સહીતના વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી કરતા રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત પર બે વરસાદી સિસ્ટમ સક્રીય છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલથી જ ચોમાસાનો માહોલ જામ્યો છે. જામનગર વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. જામનગરમાં વધુ વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ, મહેસાણામાં અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે મધ્યગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે.
આજે આ વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ
સૌરાષ્ટ્રના કેટલાક ભાગો કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે.
આવતીકાલે જામનગરમાં રેડ એલર્ટ
આવતીકાલે 8 જુલાઈના રોજ જામનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જામનગરમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે.
દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલા આ સહીતના દરીયાઈ વિસ્તારોમાં પણ આગામી 5 દિવસ સુધી દરીયો ન ખેડવાની ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.