મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં જે ઉપલબ્ધીઓ છે તેના વિશે દેશને પરીચય કરાવ્યો છે. એક પડોશી દેશ છે જ્યાં આતંકવાદનો પડકાર પહેલા હતો. ઉપરોક્ત વાત વિદેશ મંત્રી એસ જયશંકરે ગાંધીનગરમાં કહી હતી. આજે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના ઉમેદવાર વિદેશ મંત્રી એસ.જયશંકર ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિદેશ મંત્રી એસ જયશંકર આજે ગુજરાતમાં રાજ્યસભા માટેવિજય મૂહુર્તમાં ફોર્મ ભર્યું છે. ત્રણ બેઠકમાંથી અત્યારે એક બેઠક માટે ફોર્મ ભરાયું છે. ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકોનો કાર્યકાળ આવતા મહિને પૂરો થઈ રહ્યો છે. જેમાં વિદેશ મંત્રી એસ જયશંકરની બેઠકનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન તેમને વિદેશ મંત્રી તરીકે થયેલા કામો તેમજ દેશની વિદેશ નિતી અને પડોશી દેશોની સુરક્ષાને લઈને મહત્વની વાત મીડીયા સમક્ષ કહી હતી.
ગુજરાત તરફથી રાજ્યસભામાં સાંસદ સભ્ય બન્યો અને ગૌરવ
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, ગુજરાત તરફથી રાજ્યસભામાં ફોર્મ ભર્યું છે અને ભાજપાનો ઉમેદવાર બન્યો છું. હું ગુજરાતની જનતા અને ભાજપનો તેમજ ધારાસભ્યોનો આભાર માનું છું. એકવાર ફરી મને આ અવસર મળશે, 4 વર્ષ પહેલા હું અહીં ગુજરાત તરફથી રાજ્યસભામાં સાંસદ સભ્ય બન્યો અને ગૌરવ પ્રાપ્ત થયું. જે પરિવર્તન વિદેશનિતીમાં થયું છે તેમાં મને જોડાવવાનો મોકો મળ્યો છે. મને આશા છે કે, મોદીજીના નેતૃત્વમાં પ્રગતિ થશે તેમાં મારા તરફથી જે યોગદાન હશે તે આપીશ.
દેશમાં ગુજરાત એક સ્ટેટ મોડલ
ગુજરાત સાથે જોડાવવું મારું ગૌરવ છે. ચાર વર્ષમાં હું ગુજરાતમાંથી ઘણું બધું શીખ્યો છું. દેશમાં આ એક સ્ટેટ મોડલ છે. અહીંની યોજના, પ્રગતિ પ્રોજેક્ટ ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ તેની ઓળખ છે. એકવાર ફરી હું આભાર વ્યક્ત કરું છું. ગુજરાતમાં મારા તરફથી હું મારું યોગદાન આપીશ.
પડોશી દેશોના સબંધોને લઈને કહી મોટી વાત
પડોશી દેશોના સબંધને લઈને કહ્યું કે, મોદી સરકારે છેલ્લા 9 વર્ષમાં જે ઉપલબ્ધીઓ છે તેના વિશે દેશને પરીચય કરાવ્યો છે. પડોશમાં સારી રીતે પ્રગતી થઈ છે. શ્રીલંકા, નેપાળ, ભૂતાન દરેક જગ્યાએ વેપાર, કનેક્ટિવિટી, સબંઘો વધ્યા છે તેમજ સુરક્ષા વધી છે. એક પડોશી દેશ છે જ્યાં આતંકવાદનો પડકાર પહેલા હતો. મને વિશ્વાસ છે કે, મોદી સરકાર દેશને દરેક સમયે સુરક્ષિત રાખી શકશે. પડોશી મુલ્કમાં ઘણો સુધાર છે.