BA પાસ યુવાન બન્યો પશુપાલક, તાલીમ વિના જ દૂધ દ્વારા કરી મોટી કમાણી
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વરખાડી ગામના બીએ પાસ શિક્ષિત યુવાન તેઓના પિતા અને ભાઈ સાથે પશુપાલન સાથે ખેતી કરે છે.
પશુપાલક પાસે કુલ 30 પશુઓ છે, જેમાંથી 9 પશુઓ બે ટાઈમ દૂધ આપે છે. વિજયભાઈના નવ દુધાળા પશુઓ સવારે 14 અને સાંજે 14 એમ કુલ 28 લીટર દૂધ આપે છે.
ગ્રામીણ વિસ્તારો રોજગારીના અભાવે સરકાર દ્વારા સ્થાનિક રોજગારીની તાલીમ સાથે મનરેગા સહિતની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન સાથે વધુ લોકો સંકળાયેલા હોવાથી પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને દુધાળા પશુઓ વધુ દૂધ આપી શકે તે માટે તાલીમ આપતા હોય છે. ભરૂચ જિલ્લાના અંતરિયાળ અને છેવાડાના એવા નેત્રંગ તાલુકાના વરખાડી ગામમાં પહેલા ફળિયામાં રહેતા વિજયભાઈ વસાવા બીએ પાસ છે, તેઓએ નેત્રંગ કોલેજમાં અભ્યાસ કર્યો છે.
પશુપાલક વિજયભાઈ વસાવા શિક્ષિત હોવા સાથે પોતાના પરિવારમાં તેઓના પિતા અને ભાઈ પણ પશુપાલન સાથે ખેતી કરે છે. પશુપાલક પાસે કુલ 30 પશુઓ છે, જેમાંથી 9 પશુઓ બે ટાઈમ દૂધ આપે છે. વિજયભાઈના નવ દુધાળા પશુઓ સવારે 14 અને સાંજે 14 એમ કુલ 28 લીટર દૂધ આપે છે.
આ પશુઓને આહારમાં સુમુલ દાણ, ગુવાર ભરડા, શેરડીની બાંડી, ઘાસ,પરાળ અને લીલો ચારો,મકાઈની રાળ ખવડાવવામાં આવે છે. ઘાસચારોની વાત કરીએ તો 18 હજારનું દાણ 10 દિવસ ચાલે,ગુવાર ભારડા 1500નું 30 કિલો એક મહિનો ચાલે જ્યારે ઉચક પરાળ 15થી 20 હજાર 1 પુળો 2 રૂપિયાનો પશુ પાલકને પડે છે. આમ દર મહિને પશુ પાલકને 35 થી 40 હજારથી વધુ રૂપિયા પશુના ઘાસચારા માટે ખર્ચવા પડે છે.
પશુપાલક વિજય વસાવાને ત્યાં 28 લીટર દૂધ ઉત્પાદન થાય છે. જેમાં ગાયના દૂધના 30 રૂપિયા તો ભેંસના ફેટના હિસાબે 50 રૂપિયા સુધીનો ડેરીમાંથી ભાવ મળે છે. પશુપાલક દૂધના ઉત્પાદનથી ઘણા ખુશ છે, પરંતુ ભાવ નહિ મળતા થોડો કચવાટ જોવા મળ્યો હતો, ત્યારે પશુપાલન વિભાગ દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપી કેવી રીતે પશુઓની જાળવણી કરવાથી દૂધમાં વધારો મળવા સાથે પશુઓનું ટ્રીટમેન્ટ કરી શકાય તે તાલીમ આપવામાં આવે તો પશુપાલક વિજય વસાવા જેવા અનેક શિક્ષિત યુવાનો ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલન થકી ઉત્તમ રોજગારી ઘર બેઠા મેળવી શકે તેમ છે.
હાલ તો વરખાડીના શિક્ષિત પશુપાલકે કોઈપણ જાતની તાલીમ વિના પોતાના પશુઓની માવજત કરી રોજ 28 લીટર દૂધ ઉત્પાદન કરી નિષ્ણાંતોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે.