દૂધસાગર ડેરીમાં સાગરદાણ કૌભાંડ મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહીત તમામ 19ને કસુરવાર જાહેર થયા છે. મહેસાણા ડીસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવ્યો છે ત્યારે હવે આ કૌભાંડ મામલે સજા સંભળાવવામાં આવશે. અંદાજે 9 વર્ષ પહેલા આ મામલે કૌભાંડ સામે આવ્યું હતું અને ગુનો દાખલ થતા તપાસ કરવામાં આવી હતી.
પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેનને વિપુલ ચૌધરી સહીતનાને સાગરદાણ કૌભાંડમાં કસુરવાર ઠેરવવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સાગરદાણ મોકલીને કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 22.50 કરોડ રુપિયાના કૌભાંડમાં વિપુલ ચૌધરી પર આરોપ હતો. મહેસાણાની ચીફ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. 22.50 કરોડ રુપિયાના કૌભાંડ મામલે 19 આરોપીઓ કસુરવાર ઠેરવવામાં આવ્યા છે ત્યારે હવે કોર્ટ આ મામલે સજા સંભળાવશે.
વર્ષ 2014માં 22 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો. જેમાં 22.50 કરોડનું સાગરદાણ કૌભાંડ પકડવામાં આવ્યું હતું. મહેસાણા કોર્ટમાં આવેલા ચુકાદામાં બોર્ડ નિયામક સહીતના સભ્યોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે, 22માંથી 4 કર્મચારીઓને નિર્દોષ છોડાયા છે. હાલમાં કાર્યવાહી ચાલું છે જેમાં કોર્ટ દ્વારા કેટલી સજા કરવામાં આવશે તે હવે જાહેર કરવામાં આવશે.