કેન્દ્રીય ચૂંટણી પંચે પ્રથમ વખત 1998માં એક્ઝિટ પોલ માટે માર્ગદર્શિકા ઘડી હતી. જે ચાલી આવી છે જેમાં કેટલીકવાર આ તારણો ખોટા પણ પડતા હોય છે ત્યારે જાણો કઈ ન્યૂઝ ચેનલના શું કહી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડાઓ.
જાણો એક્ઝિટ પોલના આંકડાઓની સંપૂર્ણ વિગતો
એબીપી સી વોટર –
ભાજપ 128-140 – કોંગ્રેસ 31-43 – આપ 3 – 11 અન્ય 2-6
ટીવી 9 –
ભાજપ 125-130 – કોંગ્રેસ – 40-50 – આપ -3-5 અન્ય – 3-7
આજતક –
ભાજપ 129-151 કોંગ્રેસ 16-30 – આપ 9-21 – અન્ય 2-3
ટાઈન્સ નાઉ-
ભાજપ 121-131 – કોંગ્રેસ 88-89 – આપ 5-10 – અન્ય 2-3
રિપબ્લિક –
ભાજપ 128 – 148 કોંગ્રેસ 30-42 – આપ 2-10 અન્ય 0-3
ચાણક્ય –
ભાજપ 150 પ્લસ – કોંગ્રેસ 19-9, આપ 11 -7, અન્ય 2
કુલ સરેરાસ –
ભાજપ 133, કોંગ્રેસ 40, આપ 8 , અન્ય 1
2002માં ભાજપનો રેકોર્ડ છે
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2002માં ભાજપને સૌથી વધુ 127 સીટો મળી હતી. આ આંકડાનો ઉલ્લેખ કરીને નરેન્દ્ર મોદીએ આ વખતે જનસભામાં ઘણીવાર કહ્યું છે કે, ભૂપેન્દ્ર પટેલ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ તોડી નાખશે. આજે જે આંકડા બહાર આવ્યા છે તેમાં રેકોર્ડ બ્રેક થવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ગઈકાલે સાંજે એક્ઝિટ પોલના આંકડા બહાર આવ્યા હતા, જે મુજબ ભાજપને 120થી 148 બેઠકો, કોંગ્રેસને 30થી 52 બેઠકો અને AAPને 2થી 13 બેઠકો મળવાની ધારણા છે. જો કે, ઓછી મતદાન ટકાવારી રાજકીય પક્ષોની સંભાવનાઓને બગાડી શકે છે.