આરએસએસના વડા મોહન ભાગવતનો ફરી એકવાર ગુજરાત પ્રવાસ યોજાવા જઈ રહ્યો છે. ભૂજ ખાતે તેઓ સ્વામિનારાયણ મંદિર શતાબ્દી મહોત્સવમાં સામે થશે. 22 એપ્રિલના રોજ તેમનો આ મહત્વનો પ્રવાસ યોજવામાં આવશે.
આરએસએસના વડા મોહન ભાગવતના અગાઉ 15 જેટલા દિવસમાં અમદાવાદમાં બે પ્રવાસો થયા છે. તાજેતરમાં જ તેઓ જીએમડીસીના કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેમણે સંબોધન પણ કાર્યકર્તાઓને કહ્યું હતું. ત્યારે ફરી એકવાર કેઓ 22 એપ્રિલના રોજ ભૂજ, કચ્છ ખાતે આવી રહ્યા છે.
ભૂજમાં રહેશે તેમનો આ મહત્વનો કાર્યક્રમ
ભુજ સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં હાજરી આપશે, જ્યાં ધર્મસભાનું પણ આયોજન થયું છે જેથી ત્યાં તેઓ જનસભાને સંબોધન કરશે. તેઓ યજ્ઞશાળા દર્શન, ગૌ મહિમા દર્શન પ્રદર્શન, કુદરતી ખેતી પ્રયોગ અને સાંસ્કૃતિક પ્રદર્શન પણ આ દરમિયાન નિહાળશે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતના અગાઉ અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 2024ની લોકસભાની ચૂંટણી પહેલા આરએએસનું શક્તિ પ્રદર્શન પણ જોવા મળ્યું હતું જ્યાં મોહન ભાગવત એજીએમડીસી ગ્રાઉન્ડમાં 1500 જેટલા સ્વયંસેવકોને સંબોધન કર્યું હતું. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણીઓ આવવાની છે. આરએસએસ દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.