અખાદ્ય પાણીપુરી મુદ્દે ત્રણ દિવસ સુધી પાણી પુરીનું વેચાણ બંધ રાખવા માટે આદેશ કરવામાં આવ્યો છે. મહાનગર પાલિકાએ આદેશ આપતા પ્રાપ્ત વિગત અનુસાર ત્રણ દિવસ સુધી પાણી પુરીનું વેચાણ બંધ રાખવામાં આવ્યું છે.
પાણી પુરી બનાવટના સ્થળે ભારે ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત ગઈકાલે પણ સડેલા બટાકા તેમજ અખાદ્ય ચણાનો નાશ કરવામાં આવ્યો હતો. વડોદરા મનપાના સત્તાધીશોએ કાર્યવાહી કરતા ત્રણ દિવસ સુધી વેચાણ બંધ રાખવામાં આવશે.
વડોદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસામાં આ પ્રકારે અખાદ્ય પદાર્થો ખાવામાં આવતા પેટને લગતી બિમારીઓનો ભોગ લોકો બની શકે છે. જેને લઈને વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. બાફીને બટેકાને થેલામાં ભરાય છે પરંતુ આ બટાકામાંથી ઘણા બટાકા અખાદ્ય હોય છે.
કોર્પોરેશન તંત્ર જાગૃત બન્યું છે અને જથ્થો તપાસવામાં આવ્યો છે. બટાકા અને અખાદ્ય ચણા જપ્ત કરવામાં આવ્યા છે. ગઈકાલે પણ 200 કિલો જેટલા ચણા અને બટાકાનો નાશ કરાયો હતો. અનહાઈજીનના લીધે સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે આ મુદ્દો જોડાયેલો છે. ઘરની અંદર પણ જ્યાં પાણી પુરી બની રહી છે એ વિસ્તારમાં તપાસ કરવામાં આવશે.