અમદાવાદનું સરદાર પટેલ ઈન્ટરનેશલ એરપોર્ટ ગુજરાતનું સૌથી વધુ વ્યસ્ત રહેતું એરપોર્ટ છે ત્યારે આ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે એરપોર્ટને લગતા મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં એરપોર્ટ ફ્લાઈટની ટેકઓફ અને લેન્ડિંગની કેપેસિટી દોઢ ગણી કરાશે અત્યારે 250 જેટલા ફ્લાઈટોના ટેકઓફ અને લેન્ડિંગ થાય છે પરંતુ આગામી સમયમાં 400ની કેપેસિટી થશે.
આગામી સમયમાં રન વેની કેપેસિટી પણ વધારવામાં આવશે. કેમ કે, વિશ્વના એરપોર્ટોમાં લાંબા રન વેના કારણે 500થી 600 પેસેન્જરોની કેપેસિટી ધરાવતા ટેકઓફ લેન્ડિંગ માટેના રન વે છે ત્યારે અમદાવાદમાં પણ આ દિશામાં કામગિરી થઈ શકે છે. જો કે, આ કામગિરીને થોડો વધુ સમય લાગી શકે છે. જેના માટે હયાત રન વેની સરખામણીએ વિસ્તરણ કરવું પડે. જો કે, તેને લઈને પણ કામગિરી કરવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટ પર અત્યારે પ્રતિ કલાક 12 ફ્લાઈટોની આવન જાવન છે ત્યારે આગામી સમયમાં દિવસોમાં આ કેપેસિટી વધીને 18ની થશે. આ ઉપરાંત ટેક્સી વે બનાવવામાં પણ આવી રહ્યો છે. ટેક્સી વે હાલમાં 1500 મીટરનો છે તે પણ જેમાં વિસ્તરણ કરવામાં આવશે. સૂત્રો તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર 3500 મીટર લાંબો રન વે સમાંતર જ ટેક્સી બે બનશે.