છેલ્લા એકાદ વર્ષમાં સિંગતેલ, કપાસિયા, પામોલીન સહિતના ભાવો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હતો જેના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા હતા. જોકે ચાલુ વર્ષે ચોમાસામાં ખેતી સારી થઈ હતી અને નવો પાક આવવાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે
છેલ્લા કેટલાય સમયથી ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો પરંતુ નવો પાક આવવાથી ખાદ્યતેલમાં રૂ.80થી માંડીને 270 સુધીનો ઘટાડો થયો છે. આ ભાવ ઘટાડો શનિવારે થતાં વેપારીઓને પણ તેનો અમલ શનિવારથી જ કરવા આદેશ કરાયો હતો.
છેલ્લા એકાદ વર્ષમાં સિંગતેલ, કપાસિયા, પામોલીન સહિતના ભાવો દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો હતો જેના કારણે ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા હતા. જોકે ચાલુ વર્ષે ચોમાસામાં ખેતી સારી થઈ હતી અને નવો પાક આવવાથી તેલના ભાવમાં ઘટાડો થયો છે. જેમાં રૂ.2800માં 15 લીટર વેચાતું સિંગતેલ 80 ઘટીને રૂ.2720 થયું છે. જ્યારે કપાસિયા તેલ રૂ.2350માંથી 150 ઘટીને 2200 થયું છે. જ્યારે સનફ્લાવર તેલ રૂ. 2570માંથી રૂ. 270 ઘટીને 2300 થયું છે. તેવી જ રીતે રૂ.2350એ વેચાતું સોયાબીન રૂ.80 ઘટીને 2270એ પહોંચ્યું છે. આગામી દિવસોમાં પણ તેલની કિંમતમાં ઘટાડો થવાની શક્યતા હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.
તેલના ભાવમાં ઘટાડો જોવા મળતા હવે ગૃહિણીઓમાં હાશકારો જોવા મળશે. તેલના ભાવ ઘટતા ઘર ખર્ચમાં પણ થોડી રાહત મળતી જોવા મળી શકે છે