વડોદરામાં મેયર વિરુદ્ધ પત્રિકા પોસ્ટ કરવાનો મુદ્દે ગરમાયો છે.કોર્પોરેશનના શાસક પક્ષના નેતા કોર્પોરેટર અલ્પેશ લિંબાચિયાની ધરપક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કરાઈ છે. મેયર વિરુદ્ધ પત્રિકા પોસ્ટ કરી હતી તે મામલે કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે વડોદરા ભાજપમાં મામલો ગરમાયો છે. આ પત્રિકા ભાજપના હોદ્દેદારોને પણ પોસ્ટ થકી મોકલવામાં આવી હતી.
બે દિવસ પહેલા જ તેમનું રાજીનામું લેવામાં આવ્યું હતું અને હવે ધરપકડ કરવામાં આવી છે. થોડા દિવસે પહેલા ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેટર્સ સુધી આ પત્રિકા પહોંચી હતી.
મેયર નિલેશ રાઠોડ અને તેમના ભાઈ વિરુદ્ધ આક્ષેપ કરતી પત્રિકાઓ મોકલાઈ હતી. આ નનામી પત્રિકા હતી. અગાઉ પણ આ પ્રકારની પત્રિકા તેમના વિરુદ્ધ ફરતી થઈ હતી પરંતુ ફરીથી મેયર બન્યા બાદ નનામી પત્રિકા ફરતા થતા તેમણે પ્રદેશ મોવડી મંડળ અને વડોદરા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ હતી.
નનામી પત્રિકા સાથે અલ્પેશ લિંબાચિયાના સાળા અને સાઢું સીસીટીવીમાં જોવા મળ્યા હતા, આ સાથે પુરાવાઓ શોધતા અલ્પેશ લિંબાચિયાની શું ભૂમિકા હતી તેની તપાસ કરતા, ધરપકડ કરાઈ હતી. અલ્પેશ લિંબાચીયાએ કોના ઈસારાથી આ કાંડ કર્યો હતો તેની પણ તપાસ ચાલી રહી છે.
વડોદરાના મેયર વિરુદ્ધ કેટલાક પેમ્ફલેટ્સ સામે આવ્યા હતા, જેમાં મેયર પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. મામલો સામે આવ્યા બાદ અલ્પેશ લિંબાચિયાએ દંડક (મુખ્ય દંડક) પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ભાજપના નેતા અલ્પેશ લિંબાચીયાની ધરપકડ કરી છે, જોકે આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ પાર્ટીએ એક દિવસ પહેલા લિંબાચીયાનું પાર્ટીમાંથી રાજીનામું લઈ લીધું હતું.