April 27, 2026
  • RNI No. GUJGUJ/2022/81940
FacebookTwitterInstagramYoutubeEmail

Gujarat Paheredar

સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Gujarat Paheredar
સમાચાર, પ્રેસ નોટ તેમજ જાહેરાત માટે 9925368282, ઈમેઇલ: gujaratpaheredar@gmail.com
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક
Breaking News
  • ⇝   વોટ્સએપ તેના યુઝર્સ માટે લાવી રહ્યું છે વધુ એક અમેઝિંગ ફિચર્સ! જાણો સંપૂર્ણ માહિતી

  • ⇝   Instagram રીલ્સ બનાવનારાઓ માટે મોટું અપડેટ, કંપની જલદી લાવી રહી છે આ નવું અને અનોખું ફીચર!

  • ⇝   હાઈ બ્લડપ્રેશર ઘટાડવા માટે અસરકારક છે મીઠો લીમડો! જાણો તેના ગુણ અને ફાયદા વિશે

  • ⇝   સોના-ચાંદીના ભાવમાં ભડકો, એક જ ઝાટકે 1 ટકા સુધીનો વધારો! જાણો શું છે કારણ અને હાલના ભાવ

  • ⇝   ક્રૂડ ઓઈલના ભાવમાં લાગી આગ, ઈઝરાયલ યુદ્ધના કારણે કિંમત 4 ટકાથી વધુ વધી

  • ⇝   વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ મોરબી’નો શુભારંભ કરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્મા,પિનથી લઈને પ્લેન બનાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત

  • ⇝   હવે દેશમાં વધશે સોનાનું ઉત્પાદન! આ ખાનગી ખાણમાં ટૂંક સમયમાં શરૂ થશે કામગીરી

  • ⇝   બાય બાય હેંગઝોઉ, હવે મળીશું નાગોયામાં! ભારતીય ખેલાડીઓનું અત્યાર સુધીનું શાનદાર પ્રદર્શન, કેટલાક રિકોર્ડ તોડ્યા

  • ⇝   નવરાત્રી પહેલા સુરતમાં હિન્દૂ સંગઠનોનું નવું અભિયાન, લવ જેહાદના કિસ્સાઓ વધતા ગરબા આયોજકોને આપી આ ખાસ સૂચના

  • ⇝   'ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ'માં ઇયરબડ્સ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ! રૂ.1500થી ઓછી કિંમતમાં ખરીદી શકો છો આ ઇયરબડ્સ

G20
  • Home
  • ગુજરાત
  • G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આજથી કચ્છના રણમાં શરૂ થશે
ગુજરાતદેશબ્રેકિંગ ન્યુઝ

G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહ બેઠક આજથી કચ્છના રણમાં શરૂ થશે

by gujarat paheredarFebruary 7, 20230
શેર 0

ગુજરાતના કચ્છના રણની આકર્ષક સફેદ રેતી આજથી 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G20 દેશોના પર્યટન ક્ષેત્રના પ્રતિનિધિઓના મંડળની સાક્ષી બનશે. પર્યટન મંત્રાલય દ્વારા યોજાઇ રહેલી G20ના નેજા હેઠળ પ્રથમ પર્યટન કાર્યકારી સમૂહની બેઠક આજે શરૂ થવાની છે.

આ બેઠકમાં 100 થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. ધોરડો ખાતે યોજાયેલી કર્ટન રેઝર પત્રકાર પરિષદ દરમિયાન પર્યટન મંત્રાલયના સચિવ અરવિંદ સિંઘે આ વાત જણાવી હતી. આ બેઠકમાં મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, પર્યટન, સંસ્કૃતિ અને DONER મંત્રાલયના મંત્રી જી. કિશન રેડ્ડી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ સહિત 100થી વધુ સહભાગીઓ ઉપસ્થિત રહેવાના છે.
સચિવએ જણાવ્યું હતું કે, પર્યટન મંત્રાલયે ભારતની G-20ની અધ્યક્ષતાની ઉજવણીને અનુલક્ષીને દરમિયાન પાંચ અગ્રતા ક્ષેત્રોમાં સંખ્યાબંધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે જે માત્ર સરકારી સ્તરના હિતધારકો જ નહીં પરંતુ ટ્રાવેલ ટ્રેડ અને આતિથ્ય ક્ષેત્રના હિતધારકોને પણ જોડશે. મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં એપ્રિલ,મે 2023 દરમિયાન પ્રથમ વૈશ્વિક પર્યટન રોકાણકાર સમિટ (GTIS)નું આયોજન કરવામાં આવશે.
 GTISના આયોજનનો ઉદ્દેશ્ય પર્યટન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ અને બીજા ક્ષેત્રોની સાથે સાથે ભારતીય પર્યટન અને આતિથ્ય ક્ષેત્રમાં વૈશ્વિક રોકાણને આકર્ષવાનો છે. સિંહે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં ગોવામાં મંત્રી સ્તરની બેઠકની સાથે સાથે G20 CEO ફોરમ યોજાશે. આ કાર્યક્રમનું આયોજન વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કાઉન્સિલ (WTTC) અને WTTC (ભારત પહેલ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. પર્યટન મંત્રાલય દ્વારા 2023માં મે અને જૂન મહિનામાં અનુક્રમે MICE વૈશ્વિક પરિષદ અને સાહસિક પર્યટન પર કાર્યક્રનનું આયોજન પણ કરવામાં આવશે.
ભારતની G-20ની અધ્યક્ષતા દરમિયાન પર્યટન ક્ષેત્રના પાંચ પ્રાથમિકતા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે, જે પર્યટન ક્ષેત્રમાં પરિવર્તનને વેગ આપવા માટે મુખ્ય આધારની રચના કરશે અને 2030 દીર્ઘકાલિન વિકાસના લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે. પાંચ પ્રાથમિકતા ક્ષેત્રો નીચે મુજબ છે:
હરિત પર્યટન “ટકાઉક્ષમ, જવાબદારીપૂર્ણ અને સ્થિતિસ્થાપક પર્યટન ક્ષેત્ર માટે પર્યટન ક્ષેત્રને હરિયાળી સાથે જોડવાની કામગીરી છે”
ડિજિટલાઇઝેશન “પર્યટન ક્ષેત્રમાં સ્પર્ધાત્મકતા, સમાવેશીતા અને ટકાઉપણાને પ્રોત્સાહન આપવા માટે ડિજિટલાઇઝેશનની શક્તિનો ઉપયોગ કરવા પર કેન્દ્રિત છે”
કૌશલ્યો “પર્યટન ક્ષેત્રમાં રોજગારીઓ અને ઉદ્યોગસાહસિકતા માટે કૌશલ્યવાન યુવાનોનું સશક્તિકરણ” કરવાનું ક્ષેત્ર છે
પર્યટન MSME ક્ષેત્ર હેઠળ “પર્યટન ક્ષેત્રમાં આવિષ્કાર અને ગતિશીલતા લાવવા માટે પર્યટન MSME, સ્ટાર્ટઅપ્સ, ખાનગી ક્ષેત્રનું જતન” કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
ગંતવ્ય વ્યવસ્થાપનમાં “SDG લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય તેવા સર્વાંગી અભિગમ તરફ ગંતવ્યોના વ્યૂહાત્મક વ્યવસ્થાપન અંગે પુનર્વિચાર કરવા”ના પરિબળને સમાવી લીધું છે.
પર્યટન સચિવે એમ પણ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમ દરમિયાન ગ્રામીણ પર્યટન અને પુરાતત્વીય પર્યટનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરતી સાઇટ ઇવેન્ટ પણ ધ્યાન ખેંચશે. શ્રી સિંહે જણાવ્યું હતું કે ગ્રામીણ પર્યટનમાં સ્થાનિક આર્થિક વિકાસ, સામાજિક પરિવર્તન અને સમાવેશી સમુદાય વિકાસને આગળ ધપાવવાનું ખૂબ જ સારું સામર્થ્ય છે. ગ્રામીણ પર્યટન દ્વારા ગામડાની સાથે સંકળાયેલી પૃષ્ઠભૂમિઓ, જ્ઞાન પ્રણાલીઓ, જૈવિક અને સાંસ્કૃતિક વૈવિધ્ય, સ્થાનિક મૂલ્યો અને પ્રવૃત્તિઓ (કૃષિ, વનસંવર્ધન, પશુધન અને/અથવા મત્સ્ય ઉદ્યોગ), તેમની ખાન-પાનની કળા સહિત ગામડાઓના મૂલ્યોની કદર કરવામાં આવે છે અને તેનું રક્ષણ કરવામાં આવે છે. ધ્યાનમાં રાખવાના બીજા ક્ષેત્ર અંગે વાત કરતી વખતે શ્રી સિંહે જણાવ્યું હતું કે, પુરાતત્વીય મહત્વ ધરાવતા સ્થળો ભવ્ય ઐતિહાસિક અને સાંસ્કૃતિક કલાકૃતિઓ ધરાવે છે, જે સમગ્ર વિશ્વમાં પ્રાચીન સંસ્કૃતિઓ અંગે સમજદારીપૂર્ણ જ્ઞાન પૂરું પાડે છે. પુરાતત્વીય સ્થળો વિશે લોકોમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે એક વાહક તરીકે પર્યટનનો ઉપયોગ કરી શકાય, જેનાથી ગંતવ્ય સ્થાનના સાંસ્કૃતિક વારસાને વધુ સારી રીતે સમજવામાં મદદ મળવાની સાથે સાથે સ્થાનિક સમુદાયોના આર્થિક તેમજ સામાજિક વિકાસને પ્રોત્સાહન આપવામાં પણ મદદ મળી શકે છે.
આ વર્ષે 31 જાન્યુઆરીએ ‘વિઝિટ ઇન્ડિયા યર 2023’ પહેલ શરૂ કરવામાં આવી હતી અને ભારતમાં પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તેની ભવ્ય યોજનાઓ અને પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી છે. આ વર્ષે એક લાખથી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભારતની મુલાકાત લેશે અને તેઓ સ્મારકો તેમજ તહેવારો સહિત ભારતની સંસ્કૃતિની વિવિધતા, સમૃદ્ધિ તેમજ અનેકરૂપતાના સાક્ષી બનશે.
આ પત્રકાર પરિષદ દરમિયાન ગુજરાત સરકારના પર્યટન સચિવ હરિત શુક્લા અને વિદેશ મંત્રાલયના DDG, ICCR અભય કુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

શેર 0
અગાઉની પોસ્ટ
જંત્રી વધારવાના વિવાદ મુદ્દે ગાંઘીનગર સીએમ સાથે બિલ્ડરોની બેઠક પૂર્ણ, જાણો શું કહ્યું ક્રેડાઈ સભ્યોએ
આગામી પોસ્ટ
પર્સ સાથે જોડાયેલી આ યુક્તિ ક્યારેય પાકીટને ખાલી નહીં થવા દે, આ ચમત્કારી વસ્તુઓ રાખવાથી હંમેશા ત્યાં રહેશે દેવી લક્ષ્મીનો વાસ.
gujarat paheredar

Related posts

મિશન 2024 માટે ભાજપની રાષ્ટ્રીય ટીમની જાહેરાત, ઉપાધ્યક્ષ અને મહાસચિવ પદ માટે થઈ આ નામોની પસંદગી

gujarat paheredarJuly 31, 2023

શું 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને રીલ્સથી વોટ મળશે? જાણો શું છે આ ‘સિક્રેટ પ્લાન’

gujarat paheredarApril 5, 2023April 6, 2023

ગુજરાતના નવા ધારાસભ્ય: 29ના હાર્દિક-પાયલ સૌથી નાના, 100 કરોડથી વધુ સંપત્તિ ધરાવતા પાંચમાંથી ચાર ધારાસભ્યો ભાજપના

gujarat paheredarDecember 10, 2022

વડોદરા: MS યુનિવર્સિટીમાં ફરી હોબાળો! 800 જેટલા કર્મચારીઓએ ધરણાં પ્રદર્શન કરી રામધૂન બોલાવી, જાણો શું છે કારણ?

gujarat paheredarApril 27, 2023

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિનસ નિમિતે અનોખી ઉજવણી કરવામાં આવશે

gujarat paheredarSeptember 12, 2023

Cholesterol: આ ખાસ તેલથી કંટ્રોલ થશે હાઈ કોલેસ્ટ્રોલ, જાણો તેનો ઉપયોગ કેવી રીતે કરવો

gujarat paheredarFebruary 15, 2023

Leave a Comment Cancel Reply

Save my name, email, and website in this browser for the next time I comment.

તાજેતરની પોસ્ટ્સ

Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online

AdminApril 10, 2026April 11, 2026
April 10, 2026April 11, 20260

De Toekomst Van Online Gokken Bij Casino 333

AdminApril 9, 2026April 11, 2026
April 9, 2026April 11, 20260

Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten

AdminApril 8, 2026April 9, 2026
April 8, 2026April 9, 20260

Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

Ontdek De Unieke Promoties En Aanbiedingen Van Corgi Bet Casino

AdminApril 2, 2026April 4, 2026
April 2, 2026April 4, 20260

How Spinz Casino No Deposit Bonus Can Start Your Gaming Journey

AdminApril 2, 2026April 3, 2026
April 2, 2026April 3, 20260

Consigli per sfruttare al meglio i codici promozionali di Winspirit Casino

AdminApril 1, 2026April 3, 2026
April 1, 2026April 3, 20260

La experiencia de entretenimiento completa en el casino los 3 Reyes

AdminMarch 29, 2026March 31, 2026
March 29, 2026March 31, 20260

Κατανοώντας τις λειτουργίες του Robocat καζίνο για καλύτερες αποδόσεις

AdminMarch 29, 2026March 30, 2026
March 29, 2026March 30, 20260

Live by TradingView


Stock Market by TradingView

તાજા સમાચાર

  • Come migliorare le tue probabilità di vittoria nei migliori casino online
  • De Toekomst Van Online Gokken Bij Casino 333
  • Casino Lex bietet umfassende Analysen der besten Spielautomaten
  • Jak szybka jest wypłata na Revolut z konta Lemon Casino
  • A Book of Ra mobil verzió előnyei és letöltési útmutatója

Polls

How Is My Site?

View Results

Loading ... Loading ...
  • Polls Archive
logo
અમારા વિશે
Gujarat Paheredar News is approved by Ministry of IB, Government of India with RNI: GUJGUJ/2022/81940. It provides news from many Areas.
For Press Note, Event & Advertisement: +91 9925368282, +91 9824368282

Total Visitor

137282
Contact us: gujaratpaheredar@gmail.com
અમારી પાછ્ળ આવો
FacebookTwitterInstagramYoutubeEmail
All Right Reserved. Designed and Developed by Newsreach @2022 - gujaratpaheredar.com
  • About Us
  • Contact
  • Disclaimer
  • Terms & Conditions
  • Privacy Policy
Gujarat Paheredar
FacebookTwitterInstagramYoutubeEmail
  • હોમ
  • ઇ-પેપર
  • ગુજરાત
  • દેશ
  • વિદેશ
  • અપરાધ
  • બિઝનેસ
  • રમતગમત
  • રાશી ભવિષ્ય
  • મનોરંજન
  • હેલ્થ અને ફિટનેસ
  • લાઈવ વિડિયો
  • સંપર્ક