ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે “સેમિકૉન ઇન્ડિયા કોન્ફરન્સમાં સંબોધન કરતા રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દુરગામી વિઝનથી ભારત ઉદ્યોગક્ષેત્રે નવી ઉંચાઇ પ્રાપ્ત કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબના આત્મનિર્ભર ભારતના સંકલ્પના કારણે એવા ઘણા કામો પુરા થતા જોઇ રહ્યા છીએ જે પહેલા અસંભવ લાગતા હતા જેમાં સેમિકંડકટર નો પણ સમાવેશ છે.
સેમિકન્ડક્ટર મેમરી ચિપ મેન્યુફેક્ચરિંગ માં અગ્રણી કંપની મનાતી માઇક્રોન ટેકનોલોજી ભારતમાં અને તે પણ ગુજરાતમાં ચીપનું ઉત્પાદન કરશે. સેમિકંડકટરની મેન્યુફેકચરિંગ યુનિટ ભારતમાં સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થાય છે તે દરેક ગુજરાતીઓ માટે ગૌરવની વાત છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું મેન્યુફેક્ચરિંગ હબ, ઓટો હબ અને વર્લ્ડ ક્લાસ લોજેસ્ટીક ઇન્ફાસ્ટ્રકચર ઉપલબ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો સંકલ્પ છે કે ભારત સેમિકંડકટર હબ તરીકે વિશ્વના દેશોમાં ઉભરે તે સંકલ્પ સાકાર કરવા ગુજરાત સરકાર દ્વારા ખાસ સેમિકંડકટર પોલીસી તૈયાર કરવામાં આવી છે. ભારત ઝડપથી સેમિકંડકટર સેકટરમાં ગ્લોબલ પ્લેયર તરીકે ઝળહળશે.
આ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવજીએ સંબોધન કરતા જણાવ્યું કે, સેમિકંડકટર આવનાર સમયમાં મહત્વની ભૂમિકા નિભાવશે. દરેક સેક્ટરમાં સેમિકંડકટરની જરૂરીયાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે સેમિકંડકટરને ભારતનું હબ બનાવવાનો સંકલ્પ કર્યો છે. ગુજરાતમાં 3 સેમિકંડકટર એગ્રીમેન્ટ પર એમોયુ કરવામાં આવ્યા જેમાં માઇક્રોન ટેકનોલોજીનો સમાવેશ થયો છે. ઝડપથી જમીન ફાળવી અને તેના પર ટુંક સમયમાં કામ શરૂ થશે. સેમિકંડકટર પર બે દેશોએ એમોયુ સાઇન કર્યા છે જેમાં જાપાન અને યુ.એસ.નો સમાવેશ થાય છે તે દર્શાવે છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિશ્વના દેશોનો વિશ્વાસ જીત્યો છે. આજે ભારત સેમિકંડકટર પાર્ટનર તરીકે એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યુ છે. આવો સૌ સાથે મળી 2024માં વિકસીત ભારત બનાવવામાં એક સાથે કામ કરીએ.