ન્યૂ દિલ્હી: 1 જાન્યુઆરી, 2023થી તમામ ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકાર એક નિયમ ફરજિયાત લાગુ પાડવા જઈ રહી છે. 9 નવેમ્બરે માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક ગાઈડલાઈન્સ બહાર પાડી હતી જે અનુસાર તમામ ન્યૂઝ ચેનલોએ તેમની ચેનલો પર દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એક રાષ્ટ્રીય અને જાહેર હિત સાથે જોડાયેલી સામગ્રી ફરજિયાત પણે પ્રસારિત કરવી પડશે પરંતુ હવે મંત્રાલયે આ નિયમની મુદત વધારીને 1 જાન્યુઆરી 2023 કરી છે આ તારીખથી 30 મિનિટના કાર્યક્રમનો નિયમ ફરજિયાત બની જશે અને ચેનલોએ ફરજિયાતપણે તેનું પાલન કરવું પડશે.
મંત્રાલયની ગાઈડલાઈન્સ અનુસાર, જાહેર સેવા અને રાષ્ટ્રીય હિત” ને લગતી સામગ્રીને ટેલિકાસ્ટ કરવા માટે દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટનો સમય આપવો પડશે જેના માટે સામગ્રી બનાવવા માટે ચેનલોને આઠ થીમ્સ આપવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ, આ પગલા પાછળનો તર્ક એ છે કે એરવેવ્સ જાહેર સંપત્તિ છે અને તેનો ઉપયોગ સમાજના શ્રેષ્ઠ હિતમાં કરવાની જરૂર છે. ચેનલોને આપવામાં આવેલા વિષયોમાં (1) શિક્ષણ અને સાક્ષરતાના પ્રસારનો સમાવેશ થાય છે. (ii) કૃષિ અને ગ્રામીણ વિકાસ; (iii) આરોગ્ય અને કુટુંબ કલ્યાણ; (iv) વિજ્ઞાન અને ટેકનોલોજી; (૫) સ્ત્રીઓનું કલ્યાણ; (૬) સમાજના નબળા વર્ગોનું કલ્યાણ; (vii) પર્યાવરણ અને સાંસ્કૃતિક વારસાનું રક્ષણ; અને (7) (8) રાષ્ટ્રીય એકતા.
30 મિનિટનો રાષ્ટ્રીય કાર્યક્રમ દર્શાવવો તમામ ન્યૂઝ ચેનલો માટે ફરજિયાત છે જેને માટે 1 જાન્યુઆરી 2023નો સમય નક્કી કરાયો છે. સરકારનુ માનવું છે એરવેવ્સ જાહેર સંપત્તિ છે અને તેનો ઉપયોગ સમાજ અને લોકોના હિતમાં થાય તે જરુરી છે આ માટે આવો નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. જોકે જે ચેનલો આ નિયમનું પાલન ન કરે તો તેને માટે સજાની કોઈ જોગવાઈ કરાઈ છે કે નહીં તે અંગે કંઈ ફોડ પડાયો નથી પરંતુ સરકારની આશા છે કે તમામ ન્યૂઝ ચેનલો આ નિયમનું પાલન કરશે, હવે કંઈ અને કેટલી ચેનલો આ નિયમોનું પાલન કરશે તે આવનારાં દિવસોમાં જરૂર ખબર પડી જશે.