સ્થાપનાના માત્ર નવ વર્ષની અંદર રાષ્ટ્રીય પાર્ટીની પ્રતિષ્ઠા હાંસલ કરનાર અરવિંદ કેજરીવાલ આગામી વર્ષે નવેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એવું થયું તો આ રાજ્યોમાં કોંગ્રેસના મત કપાઇ જવાથી ભાજપને લાભ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હજુ મુખ્ય રીતે ભાજપ અને કોંગ્રેસમાં જ ટક્કર રહી છે.
આની સાથે જ સૌથી મોટા અપસેટ સર્જાય છે. હવે આ બાબતની સંભાવના વધી ગઇ છે કે સ્થાપનાના માત્ર નવ વર્ષની અંદર રાષ્ટ્રીય પાર્ટીની પ્રતિષ્ઠા હાંસલ કરનાર અરવિંદ કેજરીવાલ આગામી વર્ષે નવેમ્બરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢની વિધાનસભા ચૂંટણીમાં તાકાત સાથે મેદાનમાં ઉતરશે. એવું થયું તો આ રાજ્યોમાં કોંગ્રેસના મત કપાઇ જવાથી ભાજપને લાભ થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હજુ મુખ્ય રીતે ભાજપ અને કોંગ્રેસમાં જ ટક્કર રહી છે. બસપા ત્રીજી રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં તે આ રાજ્યોમાં ખૂબ મર્યાદિત છે. અન્ય પ્રાદેશિક પક્ષો બહુ નાના છે. આપની વ્યૂહરચના એ છે કે તે હાલ આ ચૂંટણીમાં પોતાની વોટબેન્ક અને કેટલીક સીટો ઊભી કરવા ઇચ્છુક છે. તે આવું કરીને કેટલાંક રાજ્યોમાં હાજરી સ્થાપિત કરવા ઇચ્છે છે.
પાર્ટીના સૂત્રો કહે છે કે પાર્ટી આગામી પાંચ વર્ષ બાદ યોજાનારી ચૂંટણી તરફ જુએ છે. જ્યાં તે કોંગ્રેસને રિપ્લેસ કરીને અથવા તો પ્રદેશની બીજી પાર્ટી બનીને અથવા તો જ્યાં એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર ચાલશે ત્યાં સરકાર બનાવવા સપનાં જુએ છે. રાજકીય નિષ્ણાતો માને છે કે આપે પંજાબથી તો તમામને ચોંકાવ્યા હતા.