સુરત શહેર અને જિલ્લામાં વરસાદથી જલબંબાકાર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. બારોલીમાં 8 ઈંચ વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
કેટલાક બેટમાં વિસ્તારો ફેરવાયા છે. શાસ્ત્રીનગર રોડ પાસેના 45 જેટલા મકાનોમાં પાણી ઘુસી જતા સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
વાહનોના ટાયર ડૂબી જાય તે પ્રકારે પાણી ભરાયા છે. ઘરેથી બહાર નિકળતા ઘૂંટણ સમા પાણીમાં લોકોને પસાર થવું પડે છે. આમ લોકોને બહાર નિકળવામાં મોટી હાલાકીનો સામનો સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં કરવો પડી રહ્યો છે.
સુરત જિલ્લામાં સતત અવિરત વરસાદના કારણે વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં બારડોલી, મહુવામાં ભારે વરસાદ વરસ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોનું સ્થળાંતરણ ફાયર વિભાગ દ્વારા કરાયું છે. ક્યાંક કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ વરસ્યો છે. ઉકાઈ ડેમની જળસપાટીમાં પણ વધારો થતા 330 ફૂટ સુઘી સપાટી પહોંચી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 153 જેટલા નાના મોટા રસ્તાઓ અને બે સ્ટેટ હાઈવે બેધ છે. વલસાડ ઔરંગા નદીનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચ્યું છે. બંદર રોડ અને પારડી વિસ્તારમાં પાણી ભરાયા છે. અતિભારે વરસાદની આગાહી હજૂ પણ દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી છે.