રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદના પાંજરાપોળ ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા નિવારવા બોક્સ માર્કિંગ કરાયું છે. ત્યારે આ પ્રકારે અમદાવાદમાં પાંજરાપોળ બાદ 28 ક્રોસિંગ પર ટ્રાફિકજામ અટકાવવાના હેતુથી બોક્સ માર્કિંગ પ્રક્રીયા શરુ કરાશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા યલ્લો બોક્સ માર્કિંગ પાંજરાપોળ ચાર રસ્તા પર IRC ૩૫ મુજબ કરવામાં આવેલ છે. સદર યલ્લો બોક્સ માર્કિંગમાં કોઇ પણ સમયે કોઇ પણ વાહન ઊભું રાખી શકાશે નહી.
જયાં ટ્રાફિકનાં Critical Inter section હોય છે તેવા junction પર આ યલ્લો બોક્સ માર્કિંગ કરવામાં આવે છે. મેજર જંકશન પર સુચારૂ રૂપે વાહનની અવરજવર થાય તે સારુ આવનારા દિવસોમાં અન્ય 28 જંકશનો પર પણ જંકશન ડેવલપમેન્ટનું કામ શરૂ કરવામાં આવશે.
ટ્રાફીક જામની સ્થિતિને જોતા માર્કિંગ સિસ્ટમ શરુ કરાઈ છે. જેમાં સિગ્નલ ચાલુ હોય અથવા તમારે વાહન રોકવું પડે ત્યારે તમે આ માર્કિંગની બહાર ઊભા રહી શકો છો. પરંતુ જ્યારે તમારું વાહન આ પીળા નિશાનની અંદર હોય તો તમને વાહન પાર્ક કરવાની મંજૂરી નથી. ટૂંકમાં, તમે આ પીળા બોક્સની અંદર વાહન પાર્ક કરી શકતા નથી.