ભારતીય સિનેમા પ્રેમીઓ માટે આ અઠવાડિયું કોઈ ઉજવણીથી ઓછું નથી, કારણ કે આ અઠવાડિયે ત્રણેય સ્ટાર્સ રજનીકાંત, અક્ષય કુમાર અને સની દેઓલ તેમના ચાહકો માટે તેમની મોસ્ટ અવેઈટેડ ફિલ્મો લઈને થિયેટરોમાં આવી રહ્યા છે. રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને લોકોમાં એક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સુપરસ્ટાર રજનીકાંતનો ક્રેઝ ફરી એકવાર લોકોમાં જોવા મળ્યો, પરંતુ આ દરમિયાન મેકર્સની ચિંતા વધી ગઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ રિલીઝ થયાના થોડા સમય બાદ જ લીક થઈ ગઈ.
લોકોએ જોરદાર ડાન્સ કર્યો
એક તરફ બે વર્ષ બાદ રજનીકાંતે મોટા પડદા પર ધમાકેદાર પુનરાગમન કર્યું છે. તેણે પહેલા દિવસે જ ગ્રાન્ડ ઓપનિંગથી જ બબાલ મચાવી દીધી છે. બીજી તરફ ફિલ્મની પાયરસીના સમાચારે આગ પકડી લીધી છે. જો કે એડવાન્સ બુકિંગથી ફિલ્મે સારી કમાણી કરી છે, પરંતુ પાયરસીના કારણે ફિલ્મ મેકર્સને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. અહેવાલો અનુસાર, રજનીકાંત અને તમન્ના ભાટિયા સ્ટારર ફિલ્મ ‘જેલર’ રિલીઝ થયાના કલાકોમાં જ લીક થઈ ગઈ. આ વાત ફેલાતા મોટી સંખ્યામાં લોકોએ આ ફિલ્મને ડાઉનલોડ પણ કરી છે.
ઘણી સાઈટ પર ફિલ્મ લીક થઈ ગઈ
રિપોર્ટ્સ અનુસાર રજનીકાંતની ફિલ્મ ઘણી પાઈરેટેડ સાઈટ પર લીક થઈ ગઈ છે. ફિલ્મસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ દુનિયાભરમાં લગભગ 7,000 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. જ્યારે તમિલનાડુમાં આ ફિલ્મ લગભગ 11,00 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે.
સાઉથમાં લોકો રજનીકાંતને કરે છે ખૂબ પ્રેમ
તમને જણાવી દઈએ કે, દક્ષિણમાં લોકો રજનીકાંતને ભગવાનની જેમ પૂજે છે. આ જ કારણ છે કે ચેન્નઈ, બેંગલુરુમાં રજનીકાંતની ફિલ્મની રિલીઝના અવસર પર ઓફિસોને રજા આપી દેવામાં આવી છે. એટલું જ નહીં, ઘણી ઓફિસો દ્વારા ફિલ્મની ટિકિટ પણ ફ્રી આપવામાં આવી છે.